ETV Bharat / state

Chaitri Navratri 2023: સુરતમાં માઈ ભક્તો વહેલી સવારથી દર્શન માટે ઉમટ્યા, વ્રત-તપ શરૂ - Chaitra Navratri Puja

ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઈ ગયો છે. જેના પગલે ગુજરાતના મહાનગર સુરતમાં પણ આસ્થાને શ્રદ્ધા સાથે ભાવિકો માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવી રહ્યા છે. નવરાત્રી નિમિત્તે વ્રત તેમજ ઉપવાસ કરતા ભાવિકોએ વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરીને પોતાના ઉપવાસની આસ્થા સાથે શરૂઆત કરી હતી. સુરતના તમામ માઈ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.

Chaitri Navratri 2023: સુરતમાં માઈ ભક્તો વહેલી સવારથી દર્શન માટે ઉમટ્યા, વ્રત-તપ શરૂ

author img

By

Published : Mar 22, 2023, 12:02 PM IST

સુરત:આસો માસના નોરતામાં જેમ ગરબા રમવાનું મહત્વ છે. એવી જ રીતે ચૈત્રી નોરતા વ્રત અને ઉપાસનાના પર્વ માનવામાં આવે છે. નવ દિવસ સુધી માતાજીના પાઠ તેમજ અનુષ્ઠાન કરીને ભાવિકો ભવ ભવનું પુણ્ય બાંધે છે. સુરતમાં આવેલા માતાજીના મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મંદિરોમાં માતાજીના નામના જય જયકાર સાથે નોરતાના પ્રથમ દિવસની શરૂઆત થઈ હતી. તેમજ આદ્યશક્તિની આરતી સાથે મંદિરથી આવી કોઈ પોતાના વ્રત તાપ શરૂ કર્યા છે. નવ દિવસ સુધી ઉપવાસ તેમજ આરાધના કરીને માઈ ભક્તો પોતાના જીવનમાં પુણ્યનીપોથી મજબૂત કરશે.

સુરતમાં માઈ ભક્તો વહેલી સવારથી દર્શન માટે ઉમટ્યા

ચૈત્રી નવરાત્રીનું મહત્વ: ચૈત્રી નવરાત્રીનું પણ ખુબ જ મહત્વ માનવામાં આવે છે. કારણ કે, ચૈત્રી નવરાત્રીમાં ચંડીપાઠ, અનુષ્ઠાન, દૈવીયજ્ઞ કરાવવું ફળદાયી માનવામાં આવે છે .તે ઉપરાંત ચૈત્રી નવરાત્રીમાં કઠિન સાધના, કઠિન વ્રતનું મહત્ત્વ પણ માનવામાં આવે છે.ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો તેમાં વલસાડ પાસે આવેલ પાનેરા માતાજીનું મંદિર શક્તિપીઠ માનવામાં આવે છે. ત્યારે બીજું સુરત શહેરમાં આવેલ ભાગળ પરના માતાજીનું મંદિર અને બીજું પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલ અંબિકા નિકેતન મંદિરનું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે.

માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચો Surat News : દેશમાં પહેલીવાર કોલેજમાં આર્મી, નેવી અને એરફોર્સનો કોર્સ શરૂ

આશીર્વાદ આપી સ્થાપના: આ મંદિરની સ્થાપના મંદિરના સ્થાપક ભારતી મૈયાએ સ્થાપના કરી હતી. તેમને માતાજીએ સપનામાં આવીને આશીર્વાદ આપી સ્થાપના કરવા માટે કહ્યું હતું. આજથી 44 વર્ષ પેહલા કરવામાં આવી હતી. ત્યારબાદ થી ધીરેધીરે ભક્તોની મનોકામના અહીં પૂર્ણ થઇ રહી છે.જેને કારણે દિન પ્રતિદિન માતાજીના દર્શન માટે ભક્તોની સંખ્યા અહીં વધી રહી છે. નવરાત્રીમાં દૂરદુર થી ભક્તો અહીં દર્શન માટે આવે છે.અને માતાજી તેમને આશીર્વાદ આપતાં હોય છે.--લક્ષ્મીકાંત ભટ્ટ ( મહારાજ )

માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચો Surat Cooling Tower Collapse : 85 મીટરનો કુલિંગ ટાવર આંખના પલકારે થયો ધરાશાયી, જૂઓ દ્રશ્યો

ભક્તોની કતાર: અષાઢી નવરાત્રી હોય કે પછી ચૈતન નવરાત્રી આ બંને નવરાત્રીએ દરમિયાન આ બંને મંદિરોમાં બંને તહેવારોમાં જે સવારથી જ ભક્તોની કતાર લાગી જતી હોય છે.બંને મંદિરોમાં માતાજીનો એક અલગ જ મહિમા છે. ભક્તો પોતાની મનોકામના લઇને આવે છે. માતાજી તેમની મનોકામના પૂર્ણ કરતી હોય છે. બીજી બાજૂ આજે ગુડી પડવો પણ છે.જેને લઇને મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.