સુરત: જિલ્લાના કામરેજ તાલુકાન ખોલવડ ગામે(Kholvad village of Kamaraj taluka) 13 વર્ષના બાળકે સ્યૂસાઈડ નોટ લખી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા(Child suicide in Kholvad village)કરી લીધી હતો. બાળકે આત્મહત્યા કર્યાની જાણ પરિવારને થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસ(Surat Kamaraj Police)તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસને સ્યૂસાઇડ નોટ(Child suicide note) મળી આવી હતી જેમાં બાળકે જે બાવાના નામનો ઉલ્લેખ કર્યો છે એ બાવો કોણ છે એ જાણવા આગળની તજવીજ હાથ ધરી હતી.
બાવો નામનો વ્યક્તિ બાળકને હેરાન પરેશાન કરતો હોવાનો મૃતક પિતાનો આરોપ
બાવાના નામનો ઉલ્લેખ કરી આત્મહત્યા કરનાર 13 વર્ષીય સગીરના(Child suicide in Kholvad village) પિતા નરસિંહ વહાણકાએ જણાવ્યું હતું કે હું કામથી બહાર ગયો હતો. હું આવ્યો ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ તેમજ વધુમાં જણાવ્યું હતું કે અમારો પતિપત્નીનો સંસાર 20 વર્ષ સુધી ચાલ્યો હતો બાદમાં અમે છૂટાછેડા લઈ લીધાં હતાં. ઘનશ્યામભાઈને સગીર બાવો કહેતો હતો. આ ઘનશ્યામે સગીરને ધાકધમકી આપી હોઈ શકે જેથી એણે આ પગલું ભર્યું હશે. સગીર ઘરે એકલો જ રહેતો હતો. આ ઘનશ્યામએ અમને અલગ કર્યા હોવાના પણ આક્ષેપ મૃતક બાળકના પિતાએ કર્યા હતાx.
આ પણ વાંચોઃ Child suicide in Morbi: મોરબીમાં મોબાઈલ રીપેરીંગ બાબતે બાળકનો આપઘાત
શું લખ્યુ હતું સુસાઇડ નોટમાં
પપ્પા મારે તો મરવું ન હતું પર શું કરવું બાવો આજ મને કીધું તમે ગયા પછી તારી મમ્મીને મળવું હોય તો તારા પપ્પાને કે મને કાઈનો કરે પછી મેં વિચાર છું કે છું કરવું પછી મેં સોચુ આત્મહત્યા કરું.
આ પણ વાંચોઃ Suicide In Surat :આર્થિકતંગીએ રત્નકલાકરનો લીધો ભોગ, દવા પીને કરી આત્મહત્યા