સુરતઃ ડિંડોલીના આરડી નગરના પ્લોટ-160માં રહેતા છોટેલાલ રામકિશોર રામ જેઓ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનાં ઘરમાં 6 દિવસ પેહલા ગેસમાં લિકેજ થતા આગના (Death due to Gas Leak in Surat) કારણે 7 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં 17 વર્ષી રાહુલ ગભીંર રીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જે 6 દિવલની સારવાર બાદ આજે રાહુલનું મૃત્યુના (Fire Death in Surat) સમાચાર આવતા પરિવારમાં શોખમાં ગરકાવ થઇ ગયું છે.
એક આર્થિક સહારો છીનવાઈ જતા પરિવાર શોકમાં
આ બાબતે રાહુલના મામાંએ જણાવ્યુ કે, રાહુલના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે 6 મહિના પહેલાં જ તે પોતાના વતન બિહારથી સુરત આવ્યો હતો. તેમનાં પરિવારમાં માતા-પિતા અને બે નાના ભાઈ છે. પિતા ખેતીકામ અને છૂટક કામ કરે છે. પરંતુ તેનાથી પરિવારનું ગુજરાત ચાલવામાં મુશ્કેલીયો આવતી હતી. એટલે રાહુલ છ મહિના પહેલાં જ સુરત આવી ઝરીના ઉદ્યોગ સાથે સંકળાયો અને પરિવારને આર્થિક મદદ કરવા લાગ્યો હતો. પરંતુ હવે પરિવારનો આર્થિક સહારો જ છીનવાઈ (Fire Case in Surat) જતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે.
આ પણ વાંચોઃ Mill Fire in Surat : પલસાણા મિલમાં આગથી ત્રણ લોકોના મૃત્યુ, પોલિસે ત્રણ શખ્સો સામે નોંધ્યો ગુનો
ઓપરેશન બાદ તેને વાત કરવાનું બંધ થઇ ગયું હતું
રાહુલનું અર્ધું શરીર આ આગમાં દાઝી ગયું હતું તેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એટલે ગઈકાલે સાંજે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પેહલા રાહુલ અમારી જોડે બરાબર વાત કરતો હતો પરંતુ ઓપરેશન બાદ તેને વાત કરવાનું બંધ કરી દીધું હતું. રાતે અમને હોસ્પિટલથી ફોન આવ્યો રાહુલના મિત્રનો કે તેની ડેથ થઇ ગઈ છે. જે સાંભળતા જ હું પોતે પણ ચોકી ગયો હતો. હવે પરિવારને જાણ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Cyber Crime in Surat : વિડીયો કોલમાં બિભત્સ ચાળા કરનારો ટેક્સી ડ્રાઇવર ઝડપાયો