ETV Bharat / state

Child abduction in Surat: બહેનને બાળકની જરૂર હતી જેથી બે વર્ષના બાળકનું અપહરણ કર્યું - સુરતના ડીંડોલીમાં બાળકનું અપહરણ

સુરતના ડીંડોલીમાં વિસ્તારમાંથી 2 વર્ષના બાળકનું અપહરણ(Child abduction in Surat ) થયું હતું. આ ઘટનામાં પોલીસે એક (Surat Crime Branch Police)મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા પોતાની બહેનને બાળક ન હોય તેને બાળકની જરૂર હતી. જેથી બાળકનું અપહરણ કર્યું હતું.

Child abduction in Surat: બહેનને બાળકની જરૂર હતી જેથી બે વર્ષના બાળકનું અપહરણ કર્યું

author img

By

Published : Jan 28, 2022, 5:19 PM IST

સુરત : ડીંડોલી વિસ્તારમાંથી 2 વર્ષના બાળકનું અપહરણ (Child abduction in Surat )થયું હતું. આ ઘટનામાં પોલીસે (Surat Crime Branch Police)એક મહિલાની ધરપકડ કરી હતી અને બાળકને મુક્ત કરાવ્યો હતો બહેનને બાળક ન હોય તેને બાળકની જરૂર હતી. જેથી મહિલાએ અપહરણ કર્યું હતું.

2 વર્ષના પુત્રનું અપહરણ

સુરતના ડીંડોલીમાં રહેતી (Child abduction in Dindoli, Surat)આલિયા ઉર્ફે મુસકાન ઉર્ફે કાજલ જફર શેખના 2 વર્ષના પુત્રનું અપહરણ થયું હતું. તેઓની ગેર હાજરીમાં એક બુરખો પહેરીને આવેલી મહિલા તેની દીકરીને તારી મમ્મી ગેટ પર ઉભી છે. તેણે તારા ભાઈને લેવા મોકલેલ છે તેમ કહી 2 વર્ષના દીકરાને ખોળામાં ઉપાડી અપહરણ કરી ફરાર થઇ ગયી હતી. આ મામલે બાળકની માતાએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાળકની શોધખોળ માટે પોલીસે ઠેર ઠેર બેનરો પણ લગાડ્યા હતા. ત્યારે આ બનાવમાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે આ બનાવમાં લીંબાયત મારુતિ નગર ચાર રસ્તા પાસેથી આરોપી રૂબીના ઉર્ફે મુબારક નામની મહિલાને ઝડપી પાડી હતી.

સુરત ક્રાઇમ બ્રાંચ

બહેનને બાળક સોપી દેવાનું નક્કી કર્યું હતું

પોલીસે તેની પૂછપરછ કરતા પોતાની બહેનને બાળક ન હોય તેને બાળકની જરૂર હતી. જેથી પોતે આલિયા ઉર્ફે મુસ્કાનના પતિ જફર શેખને ઓળખતી હતી અને જફર શેખ હાલ જેલમાં છે તે તેની પત્ની બાળક અને દીકરી સાથે એકલી રહે છે તે બાબતની તેને જાણકારી હતી. જેથી પોતે પોતાના ભાઈ સાજીદ અને દીકરી સાથે મળી તેના ઘર પાસે ગયા હતા અને અનાજની કીટ આપવાના બહાને તેઓના ઘરની રેકી પણ કરી હતી અને બાદમાં પોતાની દીકરીને બુરખો પહેરાવી ત્યાંથી બાળકનું અપહરણ કર્યું હતું.

આ પણ વાંચોઃ Rape Case in Surat: ચીખલીથી ભાગીને આવેલી 17 વર્ષીય કિશોરીને સહારો આપનાર જ દુષ્કર્મી નીકળ્યો

મહિલા સલાબતપુરા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પણ ઝડપાઈ ચુકી

આરોપી રૂબીનાએ પોતાના ભાઈ સાજીદને બાળકનો કબજો આપ્યો હતો અને તે બાળકને લઈને માલેગાવમાં રહેતા પોતાના મોટાભાઈને ત્યાં મૂકી આવવા જણાવ્યું હતું. જેથી તે બાળકને માલેગાવ મૂકી આવ્યો હતો. ત્યારબાદ માલેગાવથી બાળકને લઇ આવી પોતાની ઓળખીતી બહેનપણીને બાળકને થોડા દિવસ સાચવવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ પોતાની બહેનને બાળક સોપી દેવાનું નક્કી કર્યું હતું. વધુમાં ઝડપાયેલી મહિલા 6 વખત સલાબતપુરા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પણ ઝડપાઈ ચુકી છે. પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરુ કરી છે.
આ પણ વાંચોઃ Surat Anti Corruption Bureau: સુરત ACBની ટીમે ફાયર ઓફિસર સહિત અન્ય એક વ્યક્તિને લાંચ લેતા ઝડપ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.