સુરત: શહેરમાં ખોદકામ વેળાએ મોટા જથ્થામાં સોનું નીકળ્યું છે જે સસ્તામાં (Cheated by giving fake gold in Surat )વેચવાનું છે. એવી લોભામણી લાલચ આપી નારીયેલના વેપારીને નકલી 300 ગ્રામ સોનું પધરાવી ભેજાબાજોએ 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે અમરોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
નકલી સોનું પધરાવી દીધુ - ગોડાદરા ખાતે રહેતા આનંદસ્વરૂપસીંગ શ્રીપ્રકાશસિંગ ઠાકુર નારીયેળનો હોલસેલ વેપાર કરે છે. ગત 18મીએ તેઓ વરાછા સુદામા ચોક પાસે રમેશ યાદવ પાસે નારીયેલનું પેમેન્ટ લેવા ગયા હતા. ત્યારે રમેશે કહ્યું હતું કે તેની પાસે બે ભાઈ આવ્યા હતા અને ખોદકામ કરતા સોનું મળ્યું છે, સસ્તામાં વેચવાનું છે જો કોઈને લેવું હોય તો વાત કરવા કહ્યું છે. વેપારીએ સોનું જોઈને( Cheated with fake gold )ખરીદવાની વાત કરતા રમેશે બન્નેએ આપેલા સોનાના ત્રણ મણકાં ઘરે હોય આનંદસ્વરૂપસીંગને પોતાના ઉત્રાણ વીઆઈપી સર્કલ સ્થિત ઘરે લઈ જઈ મણકાં આપ્યા હતા.
આ પણ વાંચોઃ બદમાશોએ યુવકની કરી બેરહમીથી હત્યા, ઘટના થઇ CCTVમાં કેદ
ચેઈન લેબમાં ચેક કરાવી તો તમામ નકલી - આનંદસ્વરૂપસીંગેતે મણકાં ચેક કરાવતા તે સાચા હોય રમેશને ફોન કરી કેટલું સોનું છે તે પૂછવા કહેતા બન્નેએ 300 ગ્રામ સોનું રૂપિયા 3 લાખમાં આપવાની વાત કરી હતી. આથી 20 જૂનના રોજ આનંદસ્વરૂપસીંગ પૈસા લઈને રમેશના ઘરે ગયો હતો. ત્યાં 50 થી 55 વર્ષનો એક વ્યક્તિ અને 30 થી 35 વર્ષનો યુવાન આવ્યા હતા. આનંદસ્વરૂપસીંગે તેમને રૂપિયા3 લાખ આપતા તે સોનાની આઠ ચેઈન આપી તરત ત્યાંથી ચાલ્યા ગયા હતા.
આ પણ વાંચોઃ કચરો એકત્ર કરવાવાળાને મળ્યું સોનું, બાદમાં કર્યું 'સોને પે સુહાગા' જેવું કામ
બે વ્યક્તિનો મોબાઈલ નંબર મેળવી ફોન કર્યો - આનંદસ્વરૂપસીંગે ચેઈન વરાછાની લેબમાં ચેક કરાવી તો તમામ નકલી હતી.આથી રમેશ મારફતે તે બે વ્યક્તિનો મોબાઈલ નંબર મેળવી ફોન કર્યો તો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતો. પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે આનંદસ્વરૂપસીંગે પોલીસ ફરિયાદ આપતા અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન અમરોલી પોલીસે આ ગુનામાં બે ગઠીયા પૈકી એક મોહન ગંગારામ પરમારની ધરપકડ કરી તેની પાસેથી રોકડા રૂપિયા 3 લાખ કબજે કર્યા હતા.