ETV Bharat / state

ચલથાણ સુગર ફેક્ટરીએ 9.33 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરી 9.77 લાખ કવીન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું - Chalthan Sugar Factory

દક્ષિણ ગુજરાતની મોટાભાગની તમામ સુગર મીલોમાં ચાલું વર્ષ દરમિયાન મજૂરોની અછત સર્જાઈ હતી. તેમ છતાં લગભગ તમામ સુગર મીલોમાં પીલાણ સિઝન પૂર્ણ થવાં આવી છે ત્યારે ચલથાણ સુગર ફેક્ટરી દ્વારા ચાલું વર્ષ કોરોના કહેર વચ્ચે પણ રેકોર્ડ બ્રેક 9 લાખ 33 હજાર મેટ્રિક ટન શેરડીનું પીલાણ થયુ હતું. સુગર ફેકટરી દ્વારા 9.77 લાખ કવીન્ટલ ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

ચલથાણ સુગર ફેક્ટરીએ 9.33 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરી 9.77 લાખ કવીન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું

author img

By

Published : May 3, 2021, 10:09 PM IST

  • મજૂરોની અછતને કારણે પિલાણ સિઝન લંબાઈ હતી
  • કોરોનાને કારણે મજૂરો ઓછા આવ્યાં હતા
  • ખેડૂતોને ગતવર્ષની તુલનામાં ભાવ ઓછા મળ્યા

સુરતઃ જિલ્લામાં પલસાણા તાલુકાની ચલથાણ સુગર ફેકટરીએ વર્ષ 2020-21ની પીલાણ સિઝન પૂર્ણ કરી હતી. સુગર ફેક્ટરીએ વર્ષ દરમ્યાન 9.33 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી કુલ 9.77 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. ઘણા વર્ષો બાદ ચલથાણ સુગર ફેકટરી દ્વારા આટલા મોટા જથ્થામાં પિલાણ કરવામાં આવ્યું હતું.

ચલથાણ સુગર ફેક્ટરી
ચલથાણ સુગર ફેક્ટરી

દક્ષિણ ગુજરાતની સુગર મીલો મહત્વની ભૂમિકા પૂરી પાડે છે

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મીલોમાં કોરોનાની ઈફેક્ટ વર્તાઈ છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે કોરોના મહામારીને કારણે ખેડૂત સભાસદોને શેરડીના ટન દીઠ ભાવો પણ ઓછાં મળ્યા હતા. રાજ્યમાં આવેલી સુગર મીલો દ્વારા મહત્તમ ખાંડનું ઉત્પાદન દ્વારા રાજ્યને આર્થિક સહાય રૂપ બની રહે છે. જેમાં દક્ષિણ ગુજરાતની સુગર મીલો મહત્વની ભૂમિકા પૂરી પાડે છે. જોકે, બીજી તરફ ચાલુ વર્ષ દરમિયાન દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર મીલોમાં મજૂરોની અછત સર્જાઈ હતી. તેમ છતાં યેન કેન પ્રકારે સુગર મીલ સંચાલકો દ્વારા પીલાણ ચાલુ રાખવામાં આવ્યું હતું.

ચલથાણ સુગર ફેક્ટરીએ 9.33 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરી 9.77 લાખ કવીન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું

આ પણ વાંચોઃ બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : 13 બેઠકો પર સહકાર અને કિસાન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ

દક્ષિણ ગુજરાતની મોટાભાગની સુગર મિલોમાં પિલાણ કાર્ય હજુ પણ ચાલુ

મજૂરો નહીં હોવાથી આ વખતે પિલાણ સિઝન જે સામાન્ય સંજોગોમાં એપ્રિલના બીજા સપ્તાહમાં પૂર્ણ થઈ જતી હોય છે, તે આ વખતે મે મહિનામાં પણ ચાલુ રહી છે. દક્ષિણ ગુજરાતની મોટાભાગની સુગર મિલોમાં પિલાણ કાર્ય ચાલુ છે. ત્યારે ચલથાણ સુગર ફેક્ટરીએ પોતાનું પિલાણ સિઝન પૂર્ણ કરી હતી. સુગર ફેકટરી દ્વારા વર્ષ દરમિયાન 9,33,072 મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું હતું. જેની સામે અંદાજીત 9.77 મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.

આ પણ વાંચોઃ શેરડીનું વાવેતર ઘટ્યું, દમણગંગા સુગર ફેકટ્રી સાથે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવા ખેડૂતોની માગ

સિઝન પૂર્ણ થતાં મજૂરો વતન તરફ રવાના

દક્ષિણ ગુજરાતની મોટાભાગની સુગર મીલોમાં શેરડી કાપવા માટે મજુરો છેક ગુજરાતનાં ડાંગ, મહારાષ્ટ્રનાં જલગાંવ, માલેગાંવ, ધુલિયા તેમજ મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારોમાંથી આવે છે. જેઓ શેરડી કાપણીનું કાર્ય પૂર્ણ થતાં પોતાનાં વતન તરફ રવાના થયા હતા. જોકે, કેટલાક ખેડૂતો લોકડાઉનના ભયથી પહેલા જ વતન જતા રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.