ETV Bharat / state

ડ્રેનેજ લાઇન મુદ્દે ચલથાણ ગ્રામ પંચાયત અને કડોદરા નગરપાલિકા આમને સામને - Surat News

વર્ષોથી કડોદરા ચલથાણમાં માથાના દુઃખાવા સમાન સમસ્યા ઉદ્ભવી રહી છે. નગરમાંથી વહી આવતા ગટરના પાણીને અટકાવવાની લાંબી લડત બાદ આજે ચલથાણ ગ્રામ પંચાયત બોડીએ કેટલાક ગામના અગ્રણીઓ સાથે મળી કડોદરા નગરમાંથી બંધ કરી દેતાં પાલિકા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું હતું. તો બીજી તરફ આ અંગે પાલિકાએ ચલથાણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બદલ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે.

ડ્રેનેજ લાઇન મુદ્દે ચલથાણ ગ્રામ પંચાયત અને કડોદરા નગરપાલિકા આમને સામને

author img

By

Published : Nov 6, 2020, 8:55 AM IST

  • ગટર ઊભરતા કડોદરાના સરગમ કોમ્પ્લેક્ષ વિસ્તારમાં ગંદુ પાણી ભરાવવાની શક્યતા
  • કડોદરા પાલિકાના પાણીને અટકાવવાની ચીમકી
  • ગટર લાઈનને બંધ કરી દેતાં પાલિકા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું

સુરત: કડોદરા પાલિકા વિસ્તારમાં આવેલા સરગમ કોમ્પ્લેક્સ સહિતનો વિસ્તારની ડ્રેનેજ લાઇન કડોદરા સરગમ કોમ્પલેક્ષની આગળથી રહી ચલથાણ ખાતે ખાડીમાં ગઈ ભળે છે. નવીનીકરણ વખતે આ ડ્રેનેજ લાઇન માટીમાં દબાઈ જતા ચલથાણ ખાતે આવેલા અંબિકા નગરની પાછળના આવેલા 5 એકરના પ્લોટમાં કડોદરા નગરનું ડ્રેનેજનું પાણી આવી ભેગું થતું હતું. જે અંગે કડોદરા પાલિકા અને ચલથાણ પંચાયત વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. ગત્ત ડિસેમ્બર માસમાં ચલથાણ પંચાયત બોડીએ મનસ્વી રીતે કાયદાની ઉપરવટ જઈને કડોદરા પાલિકાના પાણીને અટકાવવાની ચીમકી આપી પંચાયતમાં ઠરાવ પસાર કરી કડોદરા પાલિકા પાસે આ અંગે ખુલાસો માંગ્યો હતો.

ડ્રેનેજ લાઇન મુદ્દે ચલથાણ ગ્રામ પંચાયત અને કડોદરા નગરપાલિકા આમને સામને
ડ્રેનેજ લાઇન મુદ્દે ચલથાણ ગ્રામ પંચાયત અને કડોદરા નગરપાલિકા આમને સામને

કડોદરા પાલિકા દ્વારા ગટરલાઇનનું કામ શરૂં

કડોદરા પાલિકા વિસ્તારમાં ચલથાણ ગામથી કડોદરા તરફનું વહેણ ઊંચું હોવાના કારણે તેમજ ઉકાઈ ડાબા કાંઠાની માઇનોર નહેર વચ્ચે નડતરરૂપ થવાના કારણે કડોદરા પાલિકાએ કડોદરાથી ચલથાણ એક કિલોમીટર જેટલી લાંબી પાકી બોક્સ ગટર બનાવવા માટેની તૈયારી દર્શાવી હતી. જોકે આ અંગે ચલથાણ પંચાયતે વિરોધ શરૂ કરતાં કામ અટકી પડ્યું હતું છેલ્લા એક વર્ષથી ચાલી આવેલી ખેંચતાણ બાદ ગત મહીનાની ચલથાણ પંચાયતની મીટિંગમાં પંચાયત બોડીના તમામ સભ્યોની હાજરીમાં કડોદરા પાલિકામાંથી વહી આવતા ગંદા પાણીની મુખ્ય પાઈપલાઈનને બંધ કરવાનું નક્કી કર્યું હતું

ડ્રેનેજનું પાણી બંધ કરાવાયું

ગુરૂવારના રોજ વહેલી સવારથી જ ચલથાણ પંચાયત સરપંચ તેમજ ઉપસરપંચ તેમજ તલાટી સહિતના તમામ પંચાયત સભ્યોની હાજરીમાં જેસીબી મશીનની મદદથી આઈ.આર.બી.ની મુખ્ય વરસાદી પાણીની પાઇપ લાઇનમાં સિમેન્ટની ગુણ નાખી પાઈપલાઈન ડ્રેનેજનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ કડોદરા સરગમ કોમ્પલેક્ષની બહાર ફરી પાણીના ખાબોચિયા ભરાવવાની શક્યતાને લઈ આવનારા દિવસોમાં સરગમ કોમ્પલેક્ષ સહિતનો વિસ્તાર ડ્રેનેજના દુર્ગંધયુક્ત પાણીમાં ગરકાવ રહે તો નવાઈ નહિ.

કડોદરા ચીફ ઓફિસરે જિલ્લા કલેક્ટરને કરી ફરિયાદ

આ ઘટનાને પગલે ચલથાણ ગ્રામપંચાયત અને કડોદરા નગરપાલિકા આમને સામને આવી ગઈ છે. ચલથાણ ગ્રામ પંચાયત દ્વારા ગટરલાઇન બંધ કરી દેવામાં આવતા કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસરે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે.

હાઇવેનું બોક્સ ડ્રેનેજ તોડવું યોગ્ય નથી: તાલુકા વિકાસ અધિકારી

બીજી તરફ પલસાણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી બોરિચાએ આ અંગે જણાવ્યુ હતું કે, ગ્રામજનોએ ડ્રેનેજનું ગંદુ પાણી આવતું હોય તે અંગે રજૂઆત કરી હતી. પાણી રોકવાની વાત કરી હતી. પરંતુ હાઇવેથી બોક્સ ડ્રેનેજ તોડવાની સૂચના મેં આપી નથી. જો તોડફોડ કરી હોય તો તે યોગ્ય નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.