ETV Bharat / state

Surat Crime:ચડ્ડી બનીયાનધારી ગેંગનો આતંક, કે.વી. માંગુકિયા શાળામાંથી 1.78 લાખની ચોરી

author img

By

Published : Mar 4, 2023, 4:50 PM IST

સુરતમાં આવેલી કે. વી. માંગુકિયા શાળામાં ચોરીની ઘટના સામે આવી હતી. તસ્કરો શાળામાં ટ્રસ્ટીની ઑફિસમાંથી 1.78 લાખ રૂપિયાની રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. જોકે, ચોરી કરતા સમયે તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.

Surat Crime: કે.વી. માંગુકિયા શાળામાંથી 1.78 લાખની ચોરી, ચડ્ડી બનીયાનધારી ગેંગનો આતંક

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સુરતઃ શહેરમાં તસ્કરો બેફામ બની રહ્યા છે. ત્યારે હવે તસ્કરોએ શહેરની શાળાને ટાર્ગેટ બનાવી હતી. ઓલપાડ તાલુકાના જોથાન ગામની સીમમાં આવેલી કે. વી. માંગુકિયા શાળામાં ચોરીની ઘટના બની હતી. તસ્કરો શાળાના કંપાઉન્ડની દિવાલ પર લગાવવામાં આવેલી તાર તોડી શાળામાં ઘૂસ્યા હતા. જ્યારે નકૂચો તોડી શાળાના ટ્રસ્ટીની ઑફિસમાં ઘૂસ્યા હતા. અહીં લૉકરમાંથી તસ્કરો 1.78 લાખ રૂપિયાની રોકડ લઈ પરાર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ Bhavnagar Crime : હાઈવે પર ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગની કળા ખુલી પડી

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદઃ જોથાન ગામની સીમમાં આવેલ કે.વી માંગુકિયા શાળામાં બનેલી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં 2 તસ્કરો નજરે ચડી રહ્યાં છે અને ટ્રસ્ટીની ઑફિસમા ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જોકે, આ સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને કરવામાં આવતા ઓલપાડ પોલીસ કે. વી. માંગુકિયા શાળામાં પહોંચી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

ચડ્ડી બનિયાનધારી ગેંગનો સુરત જિલ્લામાં આતંકઃ થોડા દિવસના વિરામ બાદ ફરી એક વાર સુરત જિલ્લામાં ચડ્ડી બનિયારધારી ગેંગ સક્રિય થતાં લોકોમાં એક ભયનો માહોલ છે. આ ગેંગ જિલ્લામાં લાંબા સમયથી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. જોકે, પોલીસ પણ હજી સુધી આ ગેંગને પકડી શકી નથી. આ ગેંગ મંદિર, શાળા અને બંધ ઘરને નિશાન બનાવે છે. ત્યારે હાલ પોલીસે આ ગેંગને ઝડપી લે તે જરૂરી બન્યું છે.

આ પણ વાંચોઃ Surat Crime: ઓઇલ અને કોપર ચોરી આરોપી સાત વર્ષ બાદ રાજસ્થાનથી પકડાયો, આવી રીતે કરતો ચોરી

થોડા દિવસ કામરેજ તાલુકામા પણ ચોરીની ઘટના બની હતીઃ પ્રાપ્ત માહિતી અનુસાર, ખોલવડ બિલ્લી ટેકરા ખાતે ભાડેના મકાનમાં રહેતા ઈમરાન ફરઝૂલખાન પઠાણ પોતાની માલિકીની ઈકો ગાડી નંબર GJ19 BE 2893 ધરાવે છે. ગત 8 ફેબ્રુઆરીએ સવારના સમયે ઈમરાનભાઈ તેમના કામ માટે ઈકો ગાડી લઈ બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે સ્ટાર્ટ કરેલી ઈકો ગાડીના ફાયરિંગનો અવાજ બદલાયેલો હોવાનું માલુમ પડ્યું હતું, જેથી ઈમરાનભાઈએ ગાડીની પાછળ નીચેના ભાગે ચેક કરતા સાયલન્સર જોવા મળી આવ્યું નહતું. પરિસ્થિતિ પામી ગયેલા ઈમરાનભાઈને ગાડીનું સાયલન્સર ચોરી થયા અંગેનું માલુમ પડ્યું હતું. આ અંગે કામરેજના ખોલવડ ખાતેના બિલ્લી ટેકરા ફળિયામાં ભાડેથી રહેતા ઇમરાન ફરઝુલ ખાન પઠાણે તેમની ઇકો ગાડી નંબર GJ19BE- 2893 માં લાગેલું સાયલન્સર કિંમત ₹.75 હજારની ચોરી થયા અંગેની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાવી હતી. કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.