સુરત : સુરતમાં આ પહેલા પણ એક વ્યક્તિ દ્વારા પાર્કીગને લઈને વિડીયો વાયરલ થતાં ખાખી પર દાંગ લાગ્યો હતો. ત્યારે ફરી શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા લાંચ લેતા ઝડપાયા છે. ACB પોલીસે (Surat ACB Police) 20,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. આ પોલિસ કર્મીએ ફરિયાદીના પુત્ર પાસેથી 2,00,000 જેટલી લાંચ માંગી હોવાની વિગતો બહાર આવી હતી. જો કે, હાલ તેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કેવી રીતે ધરપકડ કરી - ACB ટ્રેડિંગ અધિકારી ડી.એમ. વસાવાએ જણાવ્યુ કે, સુરતના વરાછા પોલીસ સ્ટેશનના સર્વલેન્સ સ્ટાફમાં ફરજ નિભાવતા હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા 13 મી માર્ચ 2022 ના રોજ રેલ્વે સ્ટેશન પર દારૂ લેવા માટે ગયેલા હતા. ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ત્રણ પેટી લઇ રેલ્વે કોલોનીમાં આવતા જ ફરિયાદીએ વરાછા પોલીસ સ્ટેશને (Varachha Police Station) જાણ કરી હતી. જેના આધારે હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વારાની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Ellis Bridge Police Station: કોર્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલના રિમાન્ડ કર્યા મંજૂર, જાણો કારણ
પ્રથમ વખત 2,00,000ની લાંચ - ફરીયાદીના પુત્ર પર તમામ પ્રકારના દારૂના કેસ પાછો ખેંચવા માટે સૌપ્રથમ આરોપી હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા ફરિયાદી પાસે 2,00,000ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ ફરિયાદી અને આરોપી હેડ કોન્સ્ટેબલ વચ્ચે પૈસાને (Policeman Caught Taking Bribe) લઇ રકઝક થઈ હતી. અંતે રૂપિયા 1,00,000 આપ્યા હતા.
નામ નહિ ખોલવાના રૂપિયા અલગથી - ત્યાર બાદ ફરિયાદીના પુત્રને બીજે દિવસે કોર્ટમાં રજૂ કરીએ જામીન કરાવી આપ્યા હતા. જે આરોપી હેડ કોન્સ્ટેબલ પોતાના ખાનગી રિક્ષાચાલક દ્વારા ફરિયાદીને ફોન કરી બાકીના રૂપિયા 45,000 આપવાનું કહ્યું હતું. જે રિક્ષાચાલક અશોકને રૂપિયા 45,000 આપી દીધા હતા. પરંતુ ત્યારબાદ પણ આરોપી હેડ કોન્સ્ટેબલ ફરિયાદી પાસે રૂપિયા 5,000 તેમજ સાહેબનું નામ નહિ ખોલવા રૂપિયા 15,000 મળી કુલ રૂપિયા 20,000ની લાંચની (Police Bribery in Surat) માંગણી કરી હતી.
લાંચ લેતા રંગે હાથે - જે ફરિયાદ ફરિયાદીએ ACB પોલીસ સ્ટેશનમાં કરી હતી. તેને લઈને વરાછા માતાવાડી ચોક પાસે જાહેર રસ્તા પર આરોપી હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા 20,000 રૂપિયાની લાંચ (Surat Head Constable Caught Taking Bribe) લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. હાલ તેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.