સુરત: સુરત શહેરના વિસ્તારમાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. શહેરના વેસુ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં 24 વર્ષની યુવતીને તેના જ બિઝનેસ પાર્ટનર યુવકે પ્રેમ જાળમાં ફસાવી તેને લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચાર્ય છે. જોકે યુવક અને યુવતી બંને જણા સાથે ઇવેન્ટ મેનેજમેન્ટનું સાથે કામ કરતા હતા ત્યારે એકબીજાના પરિચયમાં આવ્યા હતા.
ગુનો દાખલ: જોકે એક દિવસ ઇવેન્ટ મેનેજમેન્ટની ઓફિસની શિફ્ટિંગ દરમિયાન આ યુવીતીને યુવકનો આધારકાર્ડ મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેથી યુવતીએ આ મામલે લઈ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે વેસું પોલીસે યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભોગ બનનારી મહિલા સાથે બળજબરી: આ બાબતે વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી.વાળાએ જણાવ્યું કે, ગઈકાલે 10 માર્ચ 2023 ના રોજ વેસુ પોલીસ સ્ટેશનમાં એક ભોગબનારી મહિલાએ ફરિયાદ આપી હતી કે, વાસું વાલડીયા જેઓનું સાચુંનામ વસમી અક્રમ વાહીમ જેઓ ઉધના ખાતે રહે છે. જેઓએ ભોગબનારી મહિલા જોડે બળ જબરીથી સબંધ બાંધ્યો હતો. જેની મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને લઈને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઇવેન્ટ મેનેજમેન્ટની ઓફિસ સીફ્ટ કરતી વખતે મહિલાને યુવકનો આધારકાર્ડ મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
આધારકાર્ડ મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો: વધુમાં તેમને જણાવ્યું હતું કે, ભોગ બનનાર મહિલા જો પોતે મેહદી મૂકવાનું કામ કરતા હોય અને આરોપી પણ લગ્નના ઇવેન્ટ સાથેનું કામ કરતા હોય જેઓ કોઈ પ્રસંગમાં ભેગા થયા હોય અને બંને સાથે મળીને આ ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ શરૂ કર્યું હતું. ઇવેન્ટ મેનેજમેન્ટની ઓફિસ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરતી વખતે ભોગ બનનાર મહિલાને આરોપીનો આધારકાર્ડ મળી આવ્યો હતો. આરોપીની સાચી હકીકત જાણવા મળી હતી.
આ પણ વાંચો Vadodara Crime: સમિયાલામાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડવા બાબતે જૂથ અથડામણ, વાહનોને આગચંપી, 21ની અટકાયત