ETV Bharat / state

સુરત સિવિલ હૉસ્પિટલની બેદરાકારી ફરી સામે આવી, દર્દીને હૉસ્પિટલ બહાર રઝળતો મૂક્યો

author img

By

Published : Jul 2, 2019, 1:22 PM IST

સુરત: શહેરની સિવિલ હૉસ્પિટલમાં દર્દીને સારવાર આપવાના બદલે  હોસ્પિટલ બહાર મરવાની હાલતમાં રઝળતો મૂકી દેવામાં આવ્યો હતો. ત્યાં દર્દીને ખેંચ આવતા સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા યુવકો મદદે દોડી આવ્યા હતા. તાત્કાલિક સારવાર આપતા દર્દીનો જીવ બચાવી શકાયો હતો. જોકે આ ઘટના મીડિયાના ધ્યાને આવતા જ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. ત્યારબાદ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સુરત સિવિલ હૉસ્પિટલની બેદરાકારી ફરી આવી સામે, દર્દીને હૉસ્પિટલ બહાર મૂક્યો રઝળતો

સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદો સંપડાયેલી જોવા મળે છે. કારણ કે, હૉસ્પિટલના સ્ટાફ અને તબીબો દ્વારા દર્દીઓ જોડે અમાનવીય વ્યવહારના આરોપો થતાં રહે છે. જેમાં વધુ એક કિસ્સાનો ઉમેરો થયો છે.

સુરત સિવિલ હૉસ્પિટલની બેદરાકારી ફરી આવી સામે, દર્દીને હૉસ્પિટલ બહાર મૂક્યો રઝળતો

મળતી માહિતી અનુસાર, આજ રોજ વહેલી સવારે 108 સેવા એમ્બ્યુલન્સના કર્મચારીઓ એક વ્યક્તિને બેભાન હાલતમાં હૉસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડો. ગૌરવે તેને તપાસી મેડિસિન વિભાગમાં રીફર કર્યો હતો. ફરજ પર હાજર ડો.ગૌરવે દર્દીને તપાસ્યો ત્યારે તે બેભાન હાલતમાં હતો. ડૉ.ગૌરવ હાથ ધોવા વોશરૂમમાં ગયા બાદ દર્દી અચાનક ગાયબ થઈ ગયો હતો. જો કે બાદમાં આ દર્દી હોસ્પિટલમાં પોસ્ટ-રૂમ બહાર રઝળતી હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા કર્મચારી અને પોસ્ટ મોર્ટમ રૂમ બહાર ઉભેલા યુવકે જણાવ્યું હતું કે, " હોસ્પિટલનો સરવન્ટ વ્હીલચેર પર આ દર્દીને અહીં લઈ આવ્યો હતો. તેને અહીં મૂકી બાદમાં ચાલ્યો ગયો. બાદમાં યુવકને ખેંચ આવતા તેને પ્રાથમિક સારવાર આપી હતી.

આ ઘટનાની જાણકારી મીડિયાને મળતાં જ સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું હતું. પોસ્ટ-મોર્ટમ રૂમ બહાર તાત્કાલિક સર્વન્ટ સ્ટ્રેચર લઇ આવ્યો અને દર્દીને લઇ સારવાર અર્થે હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં રીફર કર્યો હતો. આ સમયે મેડિસિન વિભાગના કેટલાક તબીબો પણ ત્યાં આવી પોહચ્યા હતાં. અવારનવાર સિવિલ હૉસ્પિટલની બેદરકારીના કરાણે દર્દીઓને થતી મુશ્કેલીઓના આરોગ્ય વિભાગ દ્વારા ચોક્કસ પગલાં લેવાની માગ લોકો કરી રહ્યાં છે.

Intro:સુરત : કહેવાય છે ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે પરંતુ સુરત સિવિલ હોસ્પિટલમાં આ વાસ્તવિકતાના વિપરીત દ્રશ્ય આજ રોજ  જોવા મળ્યા છે..જ્યાં દર્દીને સારવાર આપવાના બદલે હોસ્પિટલ પ્રશાસન દ્વારા પોસ્ટમોર્ટમ મોર્ટમ રૂમ બહાર રઝળતી હાલતમાં મૂકી દેવામાં આવ્યો હોવાના આરોપ થયા છે..એટલું જ નહિ પરંતુ જ્યા દર્દીને કણસતી હાલતમાં છોડી દેવામાં આવ્યો , ત્યાં દર્દીને ખેંચ આવતા સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા યુવકો મદદે  દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર આપતા દર્દી નો  જીવ બચાવી શકાયો હતો... જોકે આ ઘટના મીડિયાના ધ્યાને આવતા જ પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો...

Body:સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદો માં રહેલી છે.સમયાંતરે હોસ્પિટલ ના સ્ટાફ અને તબીબો દ્વારા દર્દીઓ જોડે અમાનવીય વ્યવહાર ના આરોપો પણ થયા છે.જો કે વધુ એક ઘટનાએ સુરત નવી સિવિલ હોસ્પિટલ ના પ્રશાસન સામે સવાલ ઉભા કર્યા છે.સુરત નવી સિવિલ હોસ્પિટલ ના  સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજ રોજ વહેલી સવારે 108 સેવા એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ એક  વ્યક્તિને બેભાન હાલતમાં હોસ્પીટલ લઈ આવ્યા હતા.જ્યાં ફરજ પર હાજર ડો. ગૌરવે તેને તપાસી 

મેડિસિન વિભાગમાં રીફર કર્યો.ફરજ પર હાજર ડો.ગૌરવે  દર્દી ને તપાસ્યો ત્યારે તે બેભાન હાલતમાં હતો.....ડો.ગૌરવ હાથ ધોવા વોશરૂમ માં  ગયા બાદ દર્દી અચાનક ગાયબ થઈ ગયો હતો.જો કે બાદમાં આ દર્દી હોસ્પિટલ માં પોસ્ટ - રૂમ બહાર રઝળતી હાલત માં મળી આવ્યો હતો.સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા કર્મચારી અને પોસ્ટ મોર્ટમ રૂમ બાબર આવેલા યુવકે જણાવ્યું કે,હોસ્પીટલ નો સરવન્ટ વ્હીલચેર પર આ દર્દી ને અહીં લઈ આવ્યો હતો.જ્યાં બાદમાં તેને અહીં મૂકી બાદમાં ચાલ્યો ગયો.જે તે સમયે ખ્યાલ આવ્યો ન હતો.પરંતુ બાદમાં યુવકને ખેંચ આવતા તેને પ્રાથમિક સારવાર આપી હતી.

Conclusion:આ ઘટનાની જાણકારી મીડિયાને મળતા જ સિવિલ હોસ્પિટલ નું તંત્ર હરકત માં આવ્યું ...જ્યાં બાદમાં પોસ્ટ - મોર્ટમ રૂમ બહાર તાત્કાલિક સર્વન્ટ સ્ટ્રેચર લાઇ આવી પોહચ્યો અને દર્દી ને લઇ સારવાર અર્થે હોસ્પિટલ ના ટ્રોમાં સેન્ટર માં રીફર કર્યો હતો.આ સમયે મેડિસિન વિભાગના કેટલાક તબીબો પણ ત્યાં આવી પોહચ્યા હતા પરંતુ મીડિયા ના કેમેરા સામે મોઢું સંતાડતા જોવા મળ્યા...મહત્વની વાત તો એ છે દર્દી યોગ્ય રીતે કોઈની સાથે વાત પણ કરી શક્યો ન હતો.એટલું જ નહીં હોસ્પિટલની એન્ટ્રી બુકમાં દર્દી જતો રહ્યો હોવાનું નોંધવામાં આવ્યું હોવાની હકીકત જાણવા મળી છે.રાજ્ય ના આરોગ્યમંત્રી આ બાબત ને ગંભીર રીતે લઇ તપાસના આદેશ આપે તેવી માંગ હાલ હોસ્પિટલ માં આવતા લોકોમાં ઉઠી છે....

બાઈટ : નિલેશભાઈ ( સિવિલ હોસ્પિટલ મુલાકાતી)

બાઈટ : સતીશ ભાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.