સુરત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) ના માહોલમાં ભારત સરકારના કેબિનેટપ્રધાન પીયૂષ ગોયલ સુરતની મુલાકાતે ( Cabinet Minister Piyush Goyal in Surat ) છે. ત્યારે તેમણે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ ( Agrawal Vikas Trust ) ના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે સુરતવાસીઓને કહ્યું કે એક વખતે સુરત બદનામ હતું અને આજે 25 વર્ષે આ શહેરની કાયા પલટાઇ ગઈ છે. એમાં લોકોનું યોગદાન ખૂબ જ રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીયપ્રધાન દર્શનાબેન જરદોશ અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી ( Harsh Sanghvi ) પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના કાર્યક્રમમાં કહી મોટી વાત તથા કેબિનેટપ્રધાન પીયૂષ ગોયલે ( Cabinet Minister Piyush Goyal in Surat ) જણાવ્યું કે એક વખતે સુરત બદનામ હતું અને આજે 25 વર્ષે આ શહેરની કાયા પલટી છે એમાં અગ્રવાલ સમાજનું મોટું યોગદાન છે. એક જમાનામાં સુરત એક બદનામ શહેર હતું. તે જમાનામાં સુરતને સલાહ સૂચનો આપવામાં આવતા હતાં. પરંતુ છેલ્લા 20-25 વર્ષોથી તમારા સૌના સાથ અને સહકારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જે પ્રકારે સુરતની કાયાપલટ કરવામાં આવી છે. તેની માટે હું સૌ સુરતીઓનો અભિનંદન પાઠવું છું અને એમાં સૌથી મોટું યોગદાન અગ્રવાલ વિકાસ ટ્રસ્ટનું છે. સુરતમાં ઉદ્યોગ અને વેપારમાં વિકાસ લાવા માટે ખાસ કરીને કાપડ માર્કેટમાં આ ટ્રસ્ટનું ( Agrawal Vikas Trust ) યોગદાન છે. મહારાજા અગ્રસેને વર્ષોથી જે પ્રકારે સમાજ ઉપર એક વિશ્વાસ મૂક્યો હતો. એ સમયમાં કઈ રીતે એક વ્યક્તિ સુરત આવી પોતાના ધંધાની શરૂઆત કરી એ સૌથી મોટી વાત હતી. દરેક લોકો સાથે મળીને મદદ કરે તો એક ઘર પણ બની જાય છે. જેથી વ્યક્તિ પોતાનો ધંધો વેપાર કરી શકે. આખા દેશમાં તેની શરૂઆત મહારાજા અગ્રસેને કરી હતી.
હર્ષ સંઘવીએ માન્યો આભાર રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, મારો સૌથી યાદગાર પ્રસંગ છે કે 2012માં જ્યારે મારી પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદગી કરી ત્યારે સૌથી પહેલી મારી ચૂંટણી સભા આજ ભવનમાં હતી.પ્રથમ વખત ચૂંટણી લડવા જઈ રહ્યો હતો ત્યારે કેટલાક કોંગ્રેસી કાર્યકર્તા એવું કહેતા હતા કે, આ વિસ્તારમાં એક છોકરો ચૂંટણી લડવા જઈ રહ્યો છે.જેના કારણે ભારતીય જનતા પાર્ટી પોતાની ડિપોઝિટ ખોશે. પરંતુ તે સમયે તમે બધાએ મારો હાથ પકડ્યો હતો અને આપ સૌ મળીને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજા હાઈ સ્કોર સાથે વિજય અપાવ્યો હતો.
2017માં 12માંથી 12 સીટ જીતી તેમાં મોટું યોગદાન વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 2017માં પણ વિધાનસભાની ચૂંટણી આવે પરંતુ ત્યારે GST નો મુદ્દો ખૂબ જ ચાલતો હતો. ત્યારે પીયૂષ ગોયલ આવ્યા અને તમારી જોડે મીટીંગ કરી હતી. ત્યારે આપ સૌએ મળીને પોતાની રજૂઆતો પણ તેમને કરી હતી. ચૂંટણીમાં આપણો સંબંધ કઈક અલગ જ હોય છે. ત્યારે 2017માં આપ સૌએ મળીને ખૂબ સુરતમાં 12 માંથી 12 સીટ જીતી હતી. તેમાં સૌથી મોટું યોગદાન કાપડ બજારોનું હતું.
ગુજરાત મોડલ વિશે વાત કરી વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, તમે બધા જાણો છોકે બીજા બધા રાજ્યોમાં કેવી હાલતો છે. આજકાલ અલગ અલગ મુદ્દે વાતો થઈ રહી છે. આપણે ગુજરાતમાં એક મોડલ જોયું છે અને તે મોડલ આપણી સુરક્ષાનું છે. આ મોડલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે આપી છે. સુરતમાં 2022થી 2027 સુધી નવી નવી ચીજો આપણા શહેરમાં આવી રહી છે.