સુરત: સીટી લાઈટ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની નવી વોર્ડ ઓફિસ શરૂ કરવામાં આવી છે. જે વોર્ડમાં ઓફિસમાં આજરોજ ગૂરૂવારે પાલિકા અધિકારી શેલાર અને સફાઈ કામદાર વચ્ચે તું તું મેં મેં જોવા મળી હતી.
મનપાના સફાઈ કામદારે અધિકારી શેલારને વોર્ડ ઓફિસના ટોયલેટ અંગે પૂછતાં તેને ઊડાવ જવાબ આપવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતાં. જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ભારે રકઝક થઇ હતી. જ્યાં ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતાં. ફરજ પર હાજર અન્ય કર્મચારીઓ અને અધિકારીઓએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં ભારે હોબાળો થતા ઉમરા પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી. પોલીસે મધ્યસ્થિ કરતા આખરે મામલો થાળે પડ્યો હતો. જો કે અધિકારી-સફાઈ કામદાર વચ્ચે સર્જાયેલો વિવાદ મનપા કચેરીમાં પણ ચર્ચાનો વિષય બની રહ્યો હતો.