ETV Bharat / state

Surat Crime: ચમકદાર હીરાના નામે ચાલતો કાળો કારોબાર, આરોપીઓએ કર્યો 64 મિલિયન ડોલરથી વધુનો કાંડ

હોંગકોંગ અને ભારત વચ્ચે ચાલતા બોગસ હીરાના વ્યાપારનો પર્દાફાશ થયો છે. હોંગકોંગ કસ્ટમ વિભાગની કાર્યવાહી દરમિયાન આ વ્યાપારની આડમાં મની લોન્ડરીંગ પણ કરવામાં આવતો હોવાનો ખુલાસો થતા ચકચાર મચી છે. આરોપીઓએ 64 મિલિયન ડોલરથી વધુનો કાંડ કર્યો છે, જાણો સમગ્ર મામલો

Surat Crime
Surat Crime
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 30, 2023, 11:04 AM IST

સુરત : હોંગકોંગના કસ્ટમ વિભાગ દ્વારા બોગસ ડાયમંડ ટ્રેડિંગ સ્કીમની આડમાં ચાલતા મની લોન્ડરિંગ કાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કસ્ટમ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે, આપોરીઓ ભારતમાં લેબ્રોનની નિકાસ કરી આ સ્કીમ થકી નેચરલ હીરા તરીકે બતાવતા હતા. ઓછા સમયમાં વધુ નાણાં કમાવાની લાલચમાં ગોરખધંધો ચલાવતા શખ્સોની પોલ ખૂલી છે. જેમાં હોંગકોંગમાં બોગસ ડાયમંડ ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા 64 મિલિયન ડોલરની છેતરપિંડી કરવામાં આવી છે.

શું છે મામલો ? આ અંગે મળતી માહિતી અનુસાર હોંગકોંગ કસ્ટમ વિભાગ દ્વારા 19 અને 20 ડિસેમ્બરના રોજ કશર કોડનેમ નામથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હોંગકોંગ ખાતે મની લોન્ડ્રીંગના ગુનાને અંજામ આપનાર ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હોંગકોંગ અને ભારતમાં ડાયમન્ડની કંપનીઓ સ્થાપિત કરી આ બોગસ ડાયમંડ ટ્રેડિંગ સ્કીમ થકી છેતરપિંડી કરવામાં આવી રહી હતી. છેતરપિંડી કરનાર ટોળકી ભારતમાંથી લેબગ્રોન ડાયમંડને નેચરલ હીરાની બોગસ ઓળખ આપીને નિકાસ કરી મની લોન્ડરિંગની ઘટનાને અંજામ આપતા હતા. આ ઓછી કિંમતના ડાયમંડને આરોપીઓ નેચરલ ડાયમંડ બતાવતા હતા.

64 મિલિયન ડોલરનું કૌભાંડ : હોંગકોંગ કસ્ટમ વિભાગ દ્વારા આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક મિલિયન યુએસ ડોલરથી પણ વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં હીરાનો મોટો વેપાર સુરત અને મુંબઈ થકી થાય છે. હોંગકોંગમાં જે ઘટના પ્રકાશમાં આવી તેના કારણે સુરત હીરા ઉદ્યોગમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. ભેજાબાજો પર આરોપ છે કે હીરા કંપનીના વેપારીઓએ ભારત અને હોંગકોંગમાં હીરાના વેપારીના નામે 64 મિલિયન ડોલરનું કૌભાંડ આચર્યું છે. ઉપરાંત ભારતમાંથી બ્લેક મની હોંગકોંગમાં ટ્રાન્સફર કરવા માટે આ કાવતરું રચ્યું હતું.

હોંગકોંગ કસ્ટમ વિભાગની કાર્યવાહી :આરોપી વેપારીઓ હલકી ગુણવત્તાના લેબગ્રોન ડાયમંડ હોંગકોંગથી ભારત મોકલતા હતા. તેને નેચરલ ડાયમંડ દર્શાવતા હતા. એટલું જ નહીં ભારતમાં નેચરલ ડાયમંડની કિંમત ગણીને હોંગકોંગ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ છેતરપિંડીનો ગુનો હોંગકોંગ કસ્ટમ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત હાલ તપાસ ચાલુ છે. જોકે કસ્ટમ વિભાગે એક મિલિયન ડોલરથી પણ વધુ સંપત્તિ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

  1. સુરત SOGએ એમડી ડ્રગ્સ સાથે 3ને ઝડપ્યા, અંદાજિત 16 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
  2. બિલ્ડરને GOVT. OF INDIA લખેલી કારમાં ફરવું ભારે પડ્યુ, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.