- ભાજપના Women corporator પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ કરી
- કઠિન પરિસ્થિતિમાં કામ કરતા પરિવારને પોલીસ દ્વારા હેરાનગતિ કરાય છે
- પોલીસ દ્વારા મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે
સુરત : મહાનગરપાલિકાના વોર્ડ નંબર-22 પીપલોદ ડુમસના ભાજપના Women corporator કૈલાશ સોલંકીએ સુરત Police Commissionerને તેમના જ પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. પોલીસ કર્મીઓ દ્વારા કેટલાકની લારીઓ અને સમાન તોડી નાખવામાં આવે છે. મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે.
અશોભનીય અને ઓરમાયુ વર્તન પોલીસ વિભાગને કલંકિત કરે
સરકારની ગાઇડ લાઇનનું પાલન કરતા તેઓ સ્વમાનથી બે પૈસાની કમાણી કરતા થયા છે. આવી કઠિન પરિસ્થિતિમાં કામ કરતા આ પરિવારને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. એટલું જ નહિ અશોભનીય અને ઓરમાયુ વર્તન પોલીસ વિભાગને કલંકિત કરે છે. ખાસ કરીને પોલીસ દ્વારા મહિલાઓ સાથે જે વર્તન કરાય છે તે ખૂબ જ નિંદનીય છે.
આ પણ વાંચો : આપના કાર્યક્રમમાં પર્સ ચોરીમાં પોલીસે વડોદરાના વૃદ્ધની કરી ધરપકડ
પોલીસ કર્મીઓ મહિલાઓ સાથે ગેરવર્તન કરે અને અપશબ્દ કહે
ભાજપના Women corporator કૈલાશ સોલંકીએ ETV Bharatને જણાવ્યું હતું કે, પોલીસ કર્મીઓ મહિલાઓ સાથે ગેરવર્તન કરે છે, તેમને અપશબ્દ કહે છે. જ્યારે હું પણ ઉમરા પોલીસ મથક જાઉં તો પોલીસ જે રીતે જોવે છે તે ખૂબ જ અસહજ લાગે છે. દુકાન અને લારી ચલાવનાર મહિલાઓને અપશબ્દ કહેવામાં આવે છે. અનેકવાર લારીઓ પણ તોડી નાખવામાં આવતી હોય છે.
આ પણ વાંચો : આણંદમાં પિતાએ 2 નાની બાળકીઓની હત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યો
આવી ઘટનાઓ ફરી સામે આવશે તો હવે ઉપર રજૂઆત કરાશે
Police Commissioner અજય તોમરને રજૂઆત કરાઇ છે. તેઓએ આશ્વાસન આપ્યું છે કે, હવે આ ઘટના નહિ બને તેમ છતાં જો આવી ઘટનાઓ સામે આવશે તો હવે તેનાથી પણ ઉપર રજૂઆત કરવામાં આવશે.