ETV Bharat / state

સુરતમાં 120 બેઠકના તમામ ઉમેદવારો PM મોદી..! જાણો શું છે હાઈટેક પ્રચાર વોર રૂમ - સુરત ન્યૂઝ

સુરત મહાનગરપાલિકાની 120 બેઠકમાં તમામ ઉમેદવારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે...એ વાત સાંભળીને ચોંકી જશો પરંતુ હાલ સોશિયલ મીડિયા પર તમામ ઉમેદવારો તરીકે નરેન્દ્ર મોદીને દેખાડવામાં આવી રહ્યા છે. ગ્રાઉન્ડ લેવલની સાથે-સાથે સોશિયલ મીડિયા પણ BJP મતદાતાઓને આકર્ષવા માટે દરેક પ્રયત્ન કરી રહી છે. એ જ કારણ છે કે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં હાઇટેક પ્રચાર માટે ભાજપ દ્વારા BJP કાર્યાલય પર વૉર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

Surat
Surat
author img

By

Published : Feb 11, 2021, 2:20 PM IST

  • ચૂંટણી પ્રચાર માટે તૈયાર કરાયો હાઈટેક પ્રચાર વોર રૂમ
  • 120 બેઠક જીતવાના ટાર્ગેટ સાથે BJP મેદાનમાં ઉતર્યું
  • FIT એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર

સુરત: કોઈપણ ચૂંટણી હોય એમાં ભાજપ માટે સૌથી મોટા પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય છે. આ જ કારણ છે કે, સુરતના સોશિયલ મીડિયામાં સુરત મહાનગરપાલિકાની 120 બેઠકના ઉમેદવારોના ચહેરાની જગ્યાએ અનેક જગ્યાએ નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળે છે. આ 120 બેઠક પર જાણે નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા હોય તેવો ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. જેથી મતદાતાઓને આકર્ષી શકાય. મોટાભાગે અનેક વાર બનતું હોય છે કે, વોર્ડમાં ઉમેદવારોને લોકો ઓળખતા નથી અને એ જ કારણ છે કે, સોશિયલ મીડિયામાં ઉમેદવારોની તસવીરની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર જોવા મળી રહી છે.

120 બેઠક જીતવાના ટાર્ગેટ સાથે ભાજપ મેદાનમાં ઉતર્યું

વોર્ડમાં ચાર ઉમેદવારોની પેનલ હોય છે અને ચાર ઉમેદવારોના ફોટોની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર જોવા મળે છે. સુરતમાં તમામ 120 બેઠક જીતવાના ટાર્ગેટ સાથે ભાજપ મેદાનમાં ઉતર્યું છે. એક તરફ ડોર ટૂ ડોર પ્રચાર ચાલી રહ્યું છે. ત્યારે બીજીબાજુ ભાજપા કાર્યાલય ખાતે વૉર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પોતે આવીને દરેક પ્રકારના સોશિયલ મીડિયા હેન્ડલનો ઉપયોગ કરી મતદાતાઓને ભાજપ શાસનમાં કરવામાં આવેલા કાર્યને જાણકારી આપવામાં આવે છે. ખાસ કરીને હેઝ ટેગ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

સુરતમાં 120 બેઠકના તમામ ઉમેદવારો PM મોદી..! જાણો શું છે હાઈટેક પ્રચાર વોર રૂમ

FIT એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર

સુરત ભાજપના IT સેલ સંભાળનાર અને પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેરી અરોરાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે અમને ફિટ રહેવાનું જણાવ્યું છે. ફિટ રહેવાનું તમારી માટે સ્વાસ્થ્યની સાથે સાથે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું પણ છે. અમારી માટે FIT એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પણ છે. અમે સોશિયલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી અને સ્થાનિક સ્તરે સરકારે જે પણ કાર્ય કરાયા છે. તેની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આપી રહ્યા છીએ.

કાર્યકર્તા દ્વારા બનાવવામાં આવેલો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

હાલ જ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ઉમેદવારો તરીકે દેખાડવામાં આવી છે. કોઈ કાર્યકર્તા દ્વારા બનાવવામાં આવેલો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કારણ કે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ પસંદ કરતા હોય છે અને ઘણા લોકો માત્ર વડાપ્રધાન ને જોઈને મતદાન આપતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.