સુરત: ઓલપાડ તાલુકાના ઉમરા વિસ્તારમાં એક યુવક બાઈક પર અનાજ કીટની આડમાં માવાની હેરાફરી કરી રહ્યો હતો.તે દરમિયાન બાઇક સવારને જી.આર.ડી જવાને પકડતા તેણે હસમુખ હીરપરાનું નામ આપ્યું હતું .જો કે, જી.આર.ડી.જવાને ભાજપ નેતા હસમુખ હીરપરાનો માણસ હોવાનું કહેતા જી.આર.ડી જવાને હસમુખ હીરપરાને બોલાવતા હસમુખ હીરપરા એ પોતાનો કોલર ઉંચો રાખવા ભારે ડંફાસ મારી હતી. જીઆરડી જવાને કહ્યું હતું કે, આ માવાની હેરાફરી કરતા જો મીડિયાનું કોઈ માણસ જોઈ લેશે અથવા ઉપરી અધિકારી જોઇશે તો આમારી નોકરી ખતરામાં આવી શકે એમ છે. મીડિયાનું નામ લેતા હસમુખ હીરપરાએ જણાવ્યું હતું કે, મીડિયા પણ મારા વિશે કશું છાપતી નથી, અને ડંફાસ મારતા વધુમાં જણાવ્યું હતું કે,અહિયાં કેટલા અધિકારીઓની બદલી હું થવા દેતો નથી. કેટલાક તલાટીઓની બદલી પણ હું જ કરાવું છું.
હસમુખ હિરપરાએ વધુમાં જીઆરડી જવાનને જણાવ્યું હતું કે, તમને પણ જયારે જરૂર પડે ત્યારે હું તમને મદદરૂપ થઈશ. ભાજપના નેતા હોવાથી નાના જીઆરડી જવાન કશું કરી શક્યા ન હતા. છેવટે તેમણે માવાની હેરાફેરી કરતા ઇસમને છોડી મુક્યો હતો.
જેમાં ડંફાસ મારનારા હસમુખ હીરપરા ધારાસભ્યની નજીકનો માણસ હોવાનું હાલ તો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જો ભાજપના જ નેતાઓ આવી રીતે ગેરકાયદેસર કામમાં સાથ આપતા હોય તો પછી ગુનેગારોનું કહેવું જ શું?