ETV Bharat / state

આજે કવિ નર્મદની જન્મજંયતિઃ 'ગરવી ગુજરાત...' એ ગુજરાતનું ભવિષ્યકથન - નર્મદનો સાહિત્ય

કવિ નર્મદ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ હતા. તેમનું મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે હતું. નર્મદ જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરત શહેરમાં થયો હતો. મુંબઈમાં કોલેજનો અભ્યાસ કર્યો જે અધુરો મુક્યો હતો અને શિક્ષકની નોકરી સ્વીકારી હતી. 1864માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ કર્યો, પરંતુ 1875 પછી સુધારા વિશેના તેમના વિચારોમાં પરિવર્તન આવતાં તેમણે આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો હતો. 1882માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરી સ્વીકારી હતી.

કવિ નર્મદ
કવિ નર્મદ
author img

By

Published : Aug 24, 2020, 12:55 PM IST

Updated : Aug 24, 2020, 1:03 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કવિ નર્મદ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ હતાં. તેમનું મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે હતું. નર્મદ જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરત શહેરમાં થયો હતો. મુંબઈમાં કોલેજનો અભ્યાસ કર્યો જે અધુરો મુક્યો હતો અને શિક્ષકની નોકરી સ્વીકારી હતી. 1864માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ કર્યો, પરંતુ 1875 પછી સુધારા વિશેના તેમના વિચારોમાં પરિવર્તન આવતાં તેમણે આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો હતો. 1882માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરી સ્વીકારી હતી.

કોઇપણ ભાષાના કવિના નામની આગળ 'વીર' વિશેષણ હોય એવું સાંભળ્યું નથી, પણ નર્મદના નામ આગળ 'વીર' વિશેષણ હતું. નર્મદે સૌથી વધુ કામ કર્યું એ ક્ષેત્ર હતું સમાજ સુધારણાનું. સમાજ સુધારક તરીકે નર્મદે પડકાર ઝીલી યોદ્ધાની જેમ કામ કર્યું. નર્મદના સાહિત્યમાં પણ સમાજ સુધારણા દેખાતી હતી. જેમકે 'યા હોમ કરીને પડો, ફતેહ છે આગે', ડગલું ભર્યું કે ના હઠવું ન હઠવું'.

આવા સમાજ સુધારાના સંકલ્પે કવિ નર્મદની આકરી કસોટી પણ કરી અને હિંમત રાખી કવિએ વિધવા વિવાહ પણ કરાવ્યા. આમ તો કવિ નર્મદને સાહિત્ય જગતમાં 'અર્વાચીનોમાં આદ્ય' કહેવાયા, પણ તેમનું સર્જનમાં આજે સમાજ સુધારણાનો એક મહત્વનો ભાગ રહ્યું છે. કહેવાય છે કે, નર્મદનું સાહિત્ય નવી ગુજરાતી કવિતાઓનો સૂર્યોદય છે. કબીરવડનું વર્ણન કરતું નર્મદનું અદ્‍ભૂત કાવ્ય શબ્દચિત્ર બની જાય છે- 'ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો, નદી વચ્ચે ઉભો નિરભયપણે, એક સરખો.'

કવિ નર્મદે ગુજરાતી ભાષાને વિવિધ સાહિત્ય સ્વરૂપોનો શુભારંભ કરી અપાવ્યો છે. 'ડાંડિયો' નામના સામાયિક દ્વારા પત્રકારત્વની દિશા ખોલી હતી. નર્મદની અમર રચના 'જય જય ગરવી ગુજરાત' એ ગુજરાતની ગઇકાલ-આજ અને આવતીકાલનું ભવિષ્યકથન છે. કવિ નર્મદ પોતાના મૃત્યુનો શોક ન કરવાનું સૂચવતાં કરતા લખે છે- નવ કરશો કોઇ શોક, રસિકડા.

જો કે, કવિ નર્મદનું સાહિત્ય સર્જન એટલું પ્રાસંગિક છે કે, જે આજે પણ જીવી રહ્યું છે. નર્મદ કવિ ઉપરાંત નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક તરીકે પણ જાણીતા છે. નર્મ કવિતા ભાગ-1, 2 અને 3 તે તેમના પ્રખ્યાત કાવ્ય સંગ્રહો છે. નર્મદે સમાજ સુધારક તરીકે પણ કામ કર્યુ હતું. ગુજરાતી સાહિત્યનો ઉડોં અભ્યાસ કર્યો હતો. "જય જય ગરવી ગુજરાત"ના સર્જક નર્મદ ગુજરાતીના પ્રથમ શબ્દકોષકાર, ગદ્યકાર અને ચરિત્રકાર હતા. તેમને ગુજરાતી વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા હતા.

કવિ નર્મદની માતાનું નામ નવદુર્ગા હતું. તેમણે સુરતમાં દુર્ગારામ મહેતાજીની શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. નર્મદના ત્રણ લગ્ન થયાં હતા. તેમની પ્રથમ પત્નીનું નામ ગૌરી હતું. તેમણે કોલેજમાં બુદ્ધીવર્ધક સભાની સ્થાપના કરી હતી. તેમને આત્મબોધ નામનું પ્રથમ કાવ્ય રચ્યું હતું. તેમને અભ્યાસ અધુરો મુકીને શિક્ષણ ઉદ્ધારનું કામ શરૂ કર્યું હતું. છેલ્લે 26 ફેબ્રુઆરી, 1886ના રોજ આઠ મહિનાની માંદગી પછી તેમનું અવસાન થયું હતું.

Last Updated : Aug 24, 2020, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.