એમ્સ્ટર્ડેમની પોલીસમાં ફરિયાદ નોંધાવીને ડો. સારીકાએ જણાવ્યું હતું કે, અમે સવારે જાગીને જોયું તો અમારા બાઈક એની જગ્યાએ ન હતા. અમે તરત જ હોટેલમાં અને પછી પોલીસને જાણ કરી હતી. સાથે જ અમે ભારતીય દૂતાવાસને પણ આ અંગે જાણ કરી હતી. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પણ એને કેટલો સમય લાગશે એની ખબર નથી. અહી બીજા બાઈકર સાથે સંપર્ક કરીને અમે એવો નિર્ણય કર્યો છે કે, અમે અમારી યાત્રા ચાલુ રાખીશું. આવતીકાલ 12મી ઓગસ્ટે પેરીસ પહોંચીને ત્યાંથી બીજી બાઈક ભાડે લઈને અમે આગળની યાત્રા ચાલુ રાખીશું.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ આયોજન મુજબ બાઈકીંગ ક્વીન્સ 15મી ઓગષ્ટની ઉજવણી ભારતીય સમાજ અને સંસ્થાઓ સાથે સ્પેનના બાર્સેલોનામાં ઉજવવાના છે. યાત્રા 25મી ઓગસ્ટે લંડનમાં પૂર્ણ થશે.