ETV Bharat / state

સુરત મનપાની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ પર કોવિડ-19 ડેસ્કબોર્ડ પર બેડ અવેલીબીલીટી જોઈ શકાશે

author img

By

Published : Jul 31, 2020, 12:06 PM IST

દિલ્હી અને અમદાવાદ બાદ હવે સુરતમાં પણ મહાનગરપાલિકા દ્વારા કોરોના પોઝિટિવ દર્દીના પરિવારજનો પ્રાઇવેટ હોસ્પિટલમાં ખાલી બેડોની વ્યવસ્થા અંગે માહિતી મેળવી શકશે. છેલ્લાં કેટલાક સમયથી કોરોના પોઝિટિવ દર્દીઓને બેડ માટે ફાંફા મારવા પડતા હતા. જેથી બેડની વ્યવસ્થા અને એવેલીબિટી જોવા માટે સુરતમાં પણ ઓનલાઈન વ્યવસ્થા સુરત મનપાના તંત્ર દ્વારા કરવામાં આવી છે.

surat
સુરત

સુુુરત: શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોના કારણે દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં બેડોની પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ પર કોવિડ-19 ડેસ્કબોર્ડ પર બેડ અવેલીબીલીટી (availability) ની તમામ વિગતો મુકવામાં આવી છે. જે હવે રોજે રોજ અપડેટ થશે.

સુરત મનપાની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ પર કોવિડ-19 ડેસ્કબોર્ડ પર બેડ અવેલીબીલીટી જોઈ શકાશે
પ્રાઇવેટ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા જાણવા માટે કોરોનાના દર્દીઓ અને પરિવારને ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવાની ઘટનાઓ પણ બનતી રહે છે. જેમાં કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે, તેની માહિતી ન હોવાને કારણે દર્દીઓએ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટકવુ પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે મહાનગરપાલિકાએ લાઈવ ડેસ્ક બોર્ડ તૈયાર કર્યું છે. કોવિડના દર્દીઓ માટે કેવા અને કેટલા બેડ ઉપલબ્ધ છે, તેની ઓનલાઇન માહિતી માટે આ ડેસ્કબોર્ડ બનાવવામાં આવ્યું છે. આ ડેસ્કબોર્ડના માધ્યમથી કઈ હોસ્પિટલમાં આઈસીયુ બેડ, વેન્ટીલેટર બેડ અથવા અન્ય બેડ ઉપલબ્ધ છે, તેની બધી જાણકારી મળશે. આ માહિતી આહ્વાનાની વેબસાઇટ અને હોસ્પિટલ એન્ડ નર્સિંગની વેબ પરથી મળી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.