સુરત: લાલબાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે તારીખ 22 અને 23 એપ્રિલના રોજ BCCI દ્વારા IPLફેનપાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. ફેન પાર્ક કરવા પાછળનું કારણ એ છે કે, જે શહેરમાં આવેલ સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ મેચોનું એક્સપોઝર નથી. ઓડિયન્સને ઇન્ટરનેશનલ મેચોનું એક્સપોઝર ફીલિંગ મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ પહેલા સુરતમાં લાલબાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 2015 અને 2019માં આજ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રીજી વખત થવા જઈ રહ્યું છે. BCCI દ્વારા દર શનિવારે અને રવિવારે પાંચ શહેરમાં આ રીતનું આયોજન કરે છે. આ વખતે સુરત, ધનબાદ, પોન્ડિચેરી, બિલાસપુર અને મહારાષ્ટ્રમાં કલુઝમાં છે. 32×18 સ્ક્રિન ઉપર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
પાંચ શહેરમાં આયોજન: આ બાબતે લાલબાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ક્રિકેટ સેક્રેટરી ડો.નૈનેશ દેસાઈએ જણાવ્યું કે, આપણે ત્યાં ત્રીજી વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા લાલબાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે વર્ષ 2015 અને 2019માં આજ પ્રકારના આયોજન કરવામાં આવ્યા હતું. BCCI દ્વારા દર શનિ અને રવિવારે પાંચ શહેરમાં આ રીતનું આયોજન કરે છે. BCCI દ્વારા દર શનિવાર અને રવિવારે પાંચ શહેરમાં આ રીતનું આયોજન કરે છે. આ વખતે સુરત, ધનબાદ, પોન્ડિચેરી, બિલાસપૂર અને મહારાષ્ટ્રમાં કલુઝમાં છે.
ફેનપાર્કમાં એન્ટ્રી ફ્રી: IPL ફેન પાર્કમાં એન્ટ્રી ફ્રી છે પરંતુ બહાર તેની માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. વધુમાં જણાવ્યું કે, 32×18 ના એલઇડી સ્ક્રિન ઉપર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ IPL ફેન પાર્કમાં ફૂડ સ્ટોલ, સ્નેક્સ પ્રોવિઝન, નાના બાળકો માટે રમવા માટે પ્લે ઝોન, સિક્યોરિટી ની પૂર્તિ વ્યવસ્થિત, પાર્કિંગ માટેની પૂર્તિ વ્યવસ્થાઓ, બહેનો અને ભાઈઓ માટે અલગ થી બાઉન્સર પણ હશે. IPL ફેન પાર્કમાં એન્ટ્રી ફ્રી છે. પરંતુ બહાર તેની માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. IPL ફેન પાર્કમાં શનિવારે પહેલી મેચ લખનઉં અને ગુજરાત બીજી મેચ મુંબઈ અને પંજાબ વચ્ચે એમ બે મેચનું આયોજન છે. રવિવારે પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ બીજી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ એમ બે મેચનું આયોજન કરવામાં આવ્યું છે.