ETV Bharat / state

Surat News : હર્ષ સંઘવીને પણ સિગરેટની લત લાગેલી, ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં કરી દિલ ખોલીને વાત - Home Minister Harsh Sanghvi

બારડોલી નજીક ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે હર્ષ સંઘવીએ પોતાને લાગેલી સિગરેટની લત વિશે વાત કરી હતી. ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ અને શિક્ષણ અધિકારી સાથે 75 હજાર વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમાં સંઘવીએ પોતાને લાગેલી સિગરેટની લતને લઈને ખુલાસો કર્યો હતો.

Surat News : હર્ષ સંઘવીને પણ સિગરેટનું લત લાગેલી, ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં કરી દિલ ખોલીને વાત

author img

By

Published : Jun 26, 2023, 10:33 PM IST

હર્ષ સંઘવીને પણ સિગરેટનું લત લાગેલી, લાંબા પ્રયાસો બાદ મળી મૂક્તિ

સુરત : બારડોલી નજીક ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે સુરત ગ્રામ્ય પોલીસ અને શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોતાને લાગેલી વ્યસનની લત વિશે મોટો ખુલાસો કર્યો હતો. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોતાના વ્યવસાય દરમિયાન જ્યારે દેશ વિદેશના પ્રવાસે જવાનું થતું, ત્યારે તેમને સિગરેટ પીવાની લત લાગી હતી. આ દલદલમાં ફસાયા પછી તેમાંથી નીકળતા વર્ષો લાગ્યા હોવાનું ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવી વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી.

ડ્રગ્સ એ આપણું સૌથી મોટું સામાજિક દૂષણ છે. માત્ર ડ્રગ્સ પકડવાની કામગીરી કરવાથી ડ્રગ્સ રોકી નથી શકાતું. પણ ડ્રગ્સના દૂષણને નાથવા માટે સમાજે આ લડાઈને હાથમાં લેવી પડશે. એટલે જ આજે ગુજરાત પોલીસ ડ્રગ્સના દલાલોને નાથવા અને યુવાધનને જાગૃત કરવાની બે દિશામાં એકસાથે કામ કરી રહી છે. વેપારના કામે દેશ-વિદેશની યાત્રા દરમિયાન મને પણ સિગરેટના વ્યસનની ટેવ પડી ગઈ હતી. જે છોડતા વર્ષો લાગી ગયાં હતાં. - હર્ષ સંઘવી (ગૃહ રાજ્ય પ્રધાન)

ડ્રગ્સ સાથે પકડાયેલા 785માંથી 58 તો પાકિસ્તાનના : સુરત ગ્રામ્ય પોલીસનો નાનકડો પ્રયાસ મોટો બદલાવ લાવશે. તેમણે ડ્રગ્સ એ કાયદાનો ગુનો જ નથી પણ સામાજિક દૂષણ છે. ગૃહ રાજ્યપ્રધાને ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે કુલ 785 ડ્રગ્સ માફિયાને જેલના હવાલે કર્યા છે. જેમાં 58 તો પાકિસ્તાનીઓનો સમાવેશ થાય છે. નશાનો વેપલો કરનારા સમાજના દુશ્મનોને પકડીને જેલહવાલે બંધ કરવાનું કામ કરનાર આપણી ગુજરાત પોલીસ કરી રહી છે.

ડ્રગ્સ માફિયાઓનો લક્ષ્યાંક યુવા પેઢી : વન, પર્યાવરણ રાજ્યપ્રધાન મુકેશ પટેલે કહ્યું કે, આપણો દેશ યુવાનોનો દેશ છે. એટલે જ સ્વાભાવિકપણે ડ્રગ્સ માફિયાઓનો લક્ષ્યાંક યુવા પેઢી જ હોય છે, પરંતુ યુવાધન સ્વયં જાગૃત થવાથી આ દૂષણ ધીરે ધીરે નાબૂદ થઈ રહ્યું છે.

ડ્રગ્સ વિરોધી અભિયાનમાં 75 હજાર વિદ્યાર્થીઓ જોડાયા : જિલ્લા પોલીસના ડ્રગ્સ વિરોધી અભિયાનમાં સુરત જિલ્લાની પ્રાથમિક શાળાના અંદાજિત 75 હજારથી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ઈ-માધ્યમથી જોડાઈને ડ્રગ્સના દૂષણને નાથવા એકજુટ થઈને સંકલ્પ ગ્રહણ કર્યો હતો. ઉપસ્થિત સૌએ ડ્રગ્સ વિરોધી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ વેળાએ શાળાના વિદ્યાર્થીઓએ એક મિનિટ વિડીયો મેકિંગ, પોસ્ટર, સૂત્રો, કાવ્ય લેખન, ચિત્રકામ, મૂક નાટક સ્પર્ધા સહિત કઠોળ અને મીઠાના ઉપયોગથી ડ્રગ્સ વિરોધી સંદેશા સાથે કલરફુલ રંગોળી દોરી હતી. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પ્રશંસાપત્ર, શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા.

  1. Surendranagar Crime : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે 17.81 લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું, લોરેન્સ બીશ્નોઇ ગેંગના ઇનામી આરોપી પકડ્યાં
  2. Ahmedabad Crime News : અમદાવાદ માંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું, 57 વર્ષીય આધેડની SOGએ કરી ધરપકડ
  3. Drugs: ગુજરાત ATS, દિલ્હી NCB અને સુરત ક્રાઈમ બ્રાન્ચનું જોઈન્ટ ઓપરેશન, 214 કરોડના ડ્રગ્સ અને નાઇઝીરિયનની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.