- ગ્રાન્ટમાંથી વિવિધ સાધનો ખરીદવામાં આવશે
- મંજૂરીપત્ર હોસ્પિટલના સંચાલકોને અર્પણ
- ગરીબ અને જરૂરિતમંદ દર્દીઓને મળશે લાભ
સુરતઃ બારડોલીના ધારાસભ્ય અને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમાર 25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે. આ ગ્રાન્ટ બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલને કોરોના દર્દીઓની સારવાર માટે ફાળવવામાં આવશે. વિસ્તારના જરૂરિતમંદ અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સરદાર હોસ્પિટલમાં ગ્રાન્ટમાંથી વિવિધ મેડિકલ સાધનોની ખરીદી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ લુણાવાડામાં સાંસદની ગ્રાન્ટ ફાળવણી બાદ ઓક્સિજન પ્લાન્ટ શરૂ થશે
આરોગ્ય સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવા સરકાર દ્વારા અપાય છે મંજૂરી
રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યોની ગ્રાન્ટ આરોગ્ય સુવિધા માટે વાપરવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા પ્રજાના આરોગ્ય માટે કામ કરતી સંસ્થાઓને ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. તેમના દ્વારા બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં શરૂ થનારા નવા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સારવાર માટે જરૂરી વિવિધ સાધનોની ખરીદી કરવા 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટનો માટેનો મંજૂરી પત્ર સરદાર હોસ્પિટલના સંચાલકો રાજુ પટેલ સહિતના હોદ્દેદારોને સોંપ્યો હતો.
આ પણ વાંચોઃ જિલ્લા ગૌશાળા પાંજરાપોળ મંડળ દ્વારા ગ્રાન્ટ બાબતે કલેકટરને કરાઇ રજૂઆત
વિવિધ પ્રકારના મશીનો ખરીદવામાં આવશે
આ ગ્રાન્ટ ડિજિટલ એક્સરે, વેન્ટીલેટર મશીન અને ડાયાલીસીસ મશીન ખરીદવા માટે આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે, બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ સુરત અને તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન છે. જેમાં ગ્રાન્ટની ફાળવણીથી જરૂરતમંદ દર્દીઓને મોટો લાભ મળશે.