- બીજી ટર્મ માટે કરાઇ વરણી
- જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને મળી હતી બેઠક
- બન્નેની સર્વાનુમતે વરણી કરવામાં આવી
સુરતઃ બારડોલી તાલુકાનાં મઢી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ના બીજી ટર્મ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે વ્યવસ્થાપક સમિતિની બેઠક જિલ્લા રજિસ્ટ્રાર જે.આર.ચારેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં પ્રમુખ તરીકે સહકારી અગ્રણી ભિખાભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
![બારડોલી APMCના પ્રમુખ પદે ભીખા પટેલ અને ઉપપ્રમુખ પદે સુરેશ પટેલની વરણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-surat-rural-05-apmc-photo-story-gj10039_09042021203915_0904f_1617980955_568.jpg)
પ્રમુખ પદ માટે ભીખાભાઇના નામની દરખાસ્ત સુરેશ પટેલે કરી
ખેત ઉત્પન્ન બજારો બાબતના સન 1965ના નિયમ 33(2) મુજબ જિલ્લા રજીસ્ટ્રાર જે.આર.ચારેલના અધ્યક્ષ સ્થાને મળેલી વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં બીજી ટર્મ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભિખાભાઈ ઝવેરભાઈ પટેલના નામની દરખાસ્ત સુરેશભાઈ જગુભાઈ પટેલે મૂકી હતી. જેને ભાવેશભાઈ નગીનભાઇ પટેલે ટેકો જાહેર કર્યો હતો. અન્ય કોઈ દરખાસ્ત નહીં આવતા સભાના અધ્યક્ષ દ્વારા ભિખાભાઈ પટેલને બારડોલી APMCના બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ભિખાભાઈ પટેલ સુરત જિલ્લા સહકારી સંઘ ઉપરાંત બારડોલી તાલુકા ખેડૂત સહકારી ખરીદ વેચાણ મંડળી, સ્વરાજ આશ્રમ સહિતની અનેક સંસ્થાઓમાં પ્રમુખ સહિતના હોદ્દાઓ પર બિરાજમાન છે.
![બારડોલી APMCના પ્રમુખ પદે ભીખા પટેલ અને ઉપપ્રમુખ પદે સુરેશ પટેલની વરણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-surat-rural-05-apmc-photo-story-gj10039_09042021203915_0904f_1617980955_748.jpg)
આ પણ વાંચોઃ જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની બિનહરીફ વરણી, બીજી વખત બીપેન્દ્રસિંહ બન્યા પ્રમુખ
સુરેશ પટેલના નામની દરખાસ્ત તુષાર નાયકે કરી
ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ જગુભાઈ પટેલના નામની દરખાસ્ત તુષારભાઈ અમૃતલાલ નાયક દ્વારા મૂકવામાં આવી હતી. જેનો ભાવેશ પટેલે ટેકો જાહેર કર્યો હતો. અન્ય કોઈ દરખાસ્ત નહીં આવતા સુરેશ પટેલને સર્વાનુમતે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.