ETV Bharat / state

બારડોલીના દાનવીરો રોજના 600 મણ લાકડાં સ્મશાન ગૃહોમાં મોકલી રહ્યા છે - સ્મશાન ગૃહો

બારડોલીના દાનવીરો દ્વારા સ્મશાનગૃહોમાં લાકડાનું દાન આપવામાં આવી રહ્યું છે. સ્મશાન ગૃહોમાં વધી રહેલા મૃતદેહોને કારણે લાકડાનો જથ્થો ઘટી ગયો છે ત્યારે બારડોલીથી સુરત શહેર અને જિલ્લાના અલગ-અલગ સ્મશાન ગૃહોમાં રોજના 600 મણથી વધુ લાકડા મોકલવામાં આવી રહ્યા છે.

5 દિવસથી સતત લાકડાં પહોંચાડવામાં આવી રહ્યા છે

author img

By

Published : Apr 19, 2021, 10:43 PM IST

  • રોજ બે ટેમ્પો ભરીને લાકડા મોકલવામાં આવે છે
  • 5 દિવસથી સતત લાકડાં પહોંચાડવામાં આવી રહ્યા છે
  • સ્મશાનોમાં લાકડાંની તંગી ઉભી થતા દાનવીરો કરી રહ્યા છે દાન

સુરત: બારડોલીમાં કોરોના મહામારી મૃત્યુદરમાં થઈ રહેલા ચિંતાજનક વધારાને કારણે સ્મશાન ગૃહોમાં મૃતદેહોની લાંબી લાઇન લાગી રહી છે. સ્મશાન ગૃહોમાં લાકડાનો જથ્થો પણ ઘટી રહ્યો છે ત્યારે લાકડાં માટે દાનવીરો પણ સામે આવી રહ્યા છે. બારડોલીના ભામાશાઓએ છેલ્લા પાંચ દિવસથી સુરત શહેર અને જિલ્લાની અલગ-અલગ સ્મશાન ભૂમીઓમાં ચિતા માટેના લાકડાં મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 3,000 મણ જેટલા લાકડાં સ્મશાન ગૃહો સુધી પહોંચાડવામાં આવ્યા છે.

રોજ બે ટેમ્પો ભરીને લાકડા મોકલવામાં આવે છે

આ પણ વાંચો: ગાંધીનગરમાં કોરોના પ્રકોપ, મુક્તિધામમાં CNG ભઠ્ઠી સતત બળતી રહેતા દરવાજાની એંગલ પીગળી ગઈ

સ્મશાનોમાં લાકડાંની તંગી ઉભી થતા સર્જાય રહી છે મુશ્કેલી

કોરોનાના બીજા વેવમાં અચાનક વધી રહેલા સંક્રમણની સાથે-સાથે મૃતક આંક પણ વધ્યો છે. રોજના અનેક લોકો આ જીવલેણ બીમારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. હિન્દુ રીત-રિવાજ મુજબ મૃતદેહને અગ્નિદાહ આપી તેની અંતિમ વિધિ કરવામાં આવે છે. અગ્નિદાહ માટે લાકડાંની પણ જરૂર પડતી હોય છે. એક મૃતદેહને અગ્નિદાહ માટે અંદાજિત ત્રણ મણ જેટલા લાકડાં જરૂરી છે. જોકે હાલ ઘણી જગ્યાએ ગૅસ આધારિત ભઠ્ઠીઓ ચાલી રહી છે પરંતુ મૃતદેહની સંખ્યા જોતાં આ ભઠ્ઠીઓ ખૂબ જ ઓછી પડી રહી છે. મૃતદેહોને યોગ્ય રીતે અને સમયસર અગ્નિદાહ આપી શકાય એટલા માટે કેટલાક ઠેકાણે સ્મશાન ગૃહ નજીક મોટા પ્રમાણમાં લાકડાની કામચલાઉ ભઠ્ઠીઓ શરૂ કરવામાં આવી છે. આથી લાકડાંની જરૂરિયાત ઊભી થઈ છે. લાકડાં નહીં મળવાથી મૃતદેહોને બળવામાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે લાકડાંની તંગી ટાળવા માટે અનેક દાતાઓ સામે આવી રહ્યા છે.

બારડોલીના યુવાનો મોકલી રહ્યા છે લાકડાં

બારડોલીથી પણ કેટલાક દાનવીરો દ્વારા લાકડાનું સ્મશાન ગૃહોમાં દાન કરવામાં આવી રહ્યું છે. સુરતના પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ અગ્રવાલ અને ગોપાલ ઝાલાની, બારડોલીના મેહુલભાઈ પટેલ, લખમસીભાઈ પટેલ તેમજ ભાજપ યુવા પ્રમુખ જીતભાઈ મિસ્ત્રી અને સંદીપભાઈ પ્રજાપતિના સહયોગથી લાકડાંનું દાન જે તે સ્મશાન ગૃહોને કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: જામનગરમાં વધતા કોરોના સંક્રમણના પગલે શહેરમાં 3 સ્મશાન ગૃહો કાર્યરત કરાયા

અત્યાર સુધીમાં 3,000 મણ લાકડાં મોકલ્યા

તેઓ છેલ્લા પાંચ દિવસથી આ કામગીરી કરી રોજના બે ટેમ્પો લાકડાં સુરત અને આજુબાજુની સ્મશાન ભૂમિમાં પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 3,000 મણ લાકડાં સ્મશાન ભૂમિને પહોંચાડ્યા હોવાનું જીત મિસ્ત્રીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.