ETV Bharat / state

Dhirendra Shastri : ભાજપના નેતાઓ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર-રોડ શોના આયોજનમાં લાગ્યા

સુરતના લિંબાયતમાં વિવાદિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો શહેરમાં રોડનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહેશે. મહત્વનું તો એ છે કે, આ કાર્યક્રમની તૈયારીઓ શહેરના ભાજપના નેતાઓ કરી રહ્યા છે.

Dhirendra Shastri : ભાજપના નેતાઓ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર-રોડ શોના આયોજનમાં લાગ્યા
Dhirendra Shastri : ભાજપના નેતાઓ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર-રોડ શોના આયોજનમાં લાગ્યા
author img

By

Published : May 16, 2023, 10:45 PM IST

Dhirendra Shastri : ભાજપના નેતાઓ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર-રોડ શોના આયોજનમાં લાગ્યા

સુરત : બહુચર્ચિત અને વિવાદિત બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓએ સુરત ખાતે તારીખ 26 અને 27ના રોજ લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારમાં હાજરી આપવા જઈ રહ્યા છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિવ્ય દરબાર સાથે તેમનું રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શું છે સમગ્ર કાર્યક્રમ : વાઘેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતની મુલાકાતે આવનાર છે. લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબાર તેમજ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો આયોજક બાગેશ્વર સરકાર આયોજન સમિતિને બતાવવામાં આવ્યું છે. તેમ છતાં સુરત ખાતે આ કાર્યક્રમની તૈયારીઓ શહેરના ભાજપના નેતાઓ કરી રહ્યા છે. બે દિવસમાં 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહેશે. મોટી સંખ્યામાં લોકો હાજર રહે આ માટે ભાજપના નેતાઓ દરેક સમાજ સાથે મીટીંગ પણ કરી રહ્યા છે. આ કાર્યક્રમ માટે સુરત પોલીસ પાસેથી પરવાનગી મળી ગઈ છે.

નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડની અંદર અલગ અલગ પાંચ સ્ટેજ બનાવવામાં આવશે. જેની અંદર 30થી વધુ LED લગાવવામાં આવશે. પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સનાતન ધર્મના પ્રચાર અર્થે તારીખ 26 અને 27 મે ના રોજ 2 દિવસના દરબાર, દર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 2 લાખથી પણ વધુ લોકો આ કાર્યક્રમમાં આવશે ત્યારે તેમની વ્યવસ્થાના ઉપક્રમે તેની પુરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. - અમિત રાજપૂત (આયોજક સમિતિના સભ્ય)

કાર્યક્રમને ભવ્ય કરવા માટે કવાયત : આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો એકત્ર થાય આ માટે સુરત શહેરના કોર્પોરેટરો દ્વારા બેઠકો યોજવામાં આવી રહી છે. આ આયોજનમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને મનપાના શાસક પક્ષ નેતા અમિત રાજપૂત સામેલ છે. કોઈપણ રાજકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જો લોકોને હાજર કરવું હોય તો હંમેશા લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડમાં કાર્યક્રમઓ અને સભા આયોજિત કરવામાં આવતું હોય છે. કારણ કે, આ ગ્રાઉન્ડની કેપીસીટી 2 લાખ કરતા વધારે છે. આજ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દરબારને સંબોધશે. સુરત શહેરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને ભવ્ય કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

DHIRENDRA SHASTRI : ઉશ્કેરણીજનક ભાષણ આપવા ધીરેન્દ્ર શાસ્ત્રી પર કેસ દાખલ

Bageshwar Dham: બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવે તે પહેલા જ સર્જાયો વિવાદ!

Surat Crime : સુરતમાં નોંધાઇ બાગેશ્વરધામ મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી માટે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.