સુરત : ગુજરાતના અલગ અલગ શહેરમાં બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે. પરંતુ આ કાર્યક્રમ પહેલા જ ગુજરાતમાં રાજકારણ ગરમાયુંં છે. શંકરસિંહ વાઘેલાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કાર્યક્રમને ભાજપનું માર્કેટિંગ અને ધર્મના નામે ધતિંગ ગણાવ્યું તે બાદ ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે પલટવાર કરતાં નિવેદન આપ્યું છે કે આ એક ધાર્મિક કાર્યક્રમ છે. જેથી સિનિયર નેતાએ આવી રીતે પાયાવિહોણા નિવેદન ન આપવા જોઈએ.
વિપક્ષને મળી તક : તારીખ 26 અને 27 મેના રોજ સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં જનમેદની વચ્ચે શ્રી બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ કાર્યક્રમની તૈયારીઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડાયાં છે. જેથી વિપક્ષને ભાજપ ઉપર આકરા પ્રહાર કરવાની તક મળી ગઈ છે. આ પહેલાં ગુજરાતના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપ ધીરેન્દ્ર શાસ્ત્રીના માધ્યમથી માર્કેટિંગ કરી રહી છે. ધર્મના નામે ધતિંગ ન હોવું જોઈએ.
અમારા વડીલ શંકરસિંહ વાઘેલા જે નિવેદન કરી રહ્યા છે એ મને લાગે છે તથ્યહીન છે. આ કોઈ માર્કેટિંગ કરવાની વસ્તુ નથી. આ શ્રદ્ધાનો વિષય છે. આ ધર્મ કલ્યાણનો વિષય છે અને જ્યારે શુભ પ્રસંગ હોય છે ત્યારે ધર્મનો જ્ઞાન સાધુ સંતો અમને આપતા હોય છે. અમે સામાન્ય રીતે સાધુસંતોના આશીર્વાદ લેતા હોઈએ છીએ અને આ એક કથાનું માધ્યમ છે. લોકોની જે પણ સમસ્યા હોય એ નિરાકરણ લાવવાનો પ્રયત્ન અમે કરતા હોઈએ છીએ...સંગીતા પાટીલ (ધારાસભ્ય, લિંબાયત)
શ્રદ્ધાનો વિષય : શંકરસિંહ વાઘેલાના આવા નિવેદન બાદ લિંબાયત બેઠકના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલ સામે આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા સિનિયર નેતા છે. જેથી તેઓને આવું નિવેદન ન કરવું જોઈએ. કારણ કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી પરંતુ ધર્મ અને ન્યાયનો કાર્યક્રમ છે. આ શ્રદ્ધાનો વિષય છે.
આરોપ પાયાવિહોણા : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીની જે પ્રસિદ્ધિ છે તેના ભાગરૂપે જ્યારે કોઈ તેમને અહીં લાવતા હોય તો અમારી ઉપર જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે પાયાવિહોણો છે. આ કાર્યક્રમ ધર્મ અને ન્યાયનું એકમ માધ્યમ છે અને આ કાર્યક્રમને લઈ કોઈની ઉપર કોઈ આક્ષેપ કરે એ યોગ્ય નથી. માર્કેટિંગ ધતિંગ શબ્દો વડીલોને વાપરવા ન જોઈએ. તેઓ ખૂબ મોટા અને સિનિયર નેતા છે આ કોઈ રાજકીય કાર્યક્રમ કે પ્રશ્ન જ નથી આ માત્ર ધર્મને જ્ઞાનની કથા છે. તેના માટે આ નિવેદન કરીને મને લાગે છે આ યોગ્ય નથી.
- Baba Bageshwar Dham : ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ ભાજપનું માર્કેટિંગ છે, વરિષ્ઠ નેતાએ કર્યો મોટો આક્ષેપ
- Baba Bageshwar Dham in Surat : સુરતમાં દિવ્ય દરબાર કાર્યક્રમમાં એસી કુલરની સુવિધાઓ સાથે અન્ય વ્યવસ્થા શું થઇ જૂઓ
- Bageshwar Dham : બાગેશ્વરધામ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે વિરોધનો સૂર, હિન્દુ રાષ્ટ્રની વાત બંધારણ વિરોધી કહેતાં સનાતન સંત સમિતિ અધ્યક્ષ