સુરતઃ નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીએ અગાઉ દિવ્ય દરબારમાં લોકોની અરજી સાંભળી હતી. શનિવારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ લાખોની સંખ્યામાં હાજર લોકોને હનુમાન કથા સંભળાવી હતી. જ્યાં તેઓએ કહ્યું હતું કે, દીકરીઓ લવ જેહાદના ચક્કરમાં ન આવે. આ માટે હિન્દુ રાષ્ટ્ર જરૂરી છે. એટલું જ નહીં આવનાર દિવસોમાં તેઓ ફરી સુરત આવશે. રામકથાનું આયોજન કરશે.
ઉદ્યોગપતિ સાથે મુલાકાતઃ ધીરેન્દ્ર શાસ્ત્રીએ લી મરેડિયન હોટલમાં સુરતના અનેક ઉદ્યોગપતિ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. જ્યાં તેઓ આવનાર દિવસોમાં રામકથા આયોજન અંગે તેમની સાથે ચર્ચા કરી હતી. તેઓ વીઆઈપી રોડ ખાતે આવેલા શ્યામધામ મંદિર પણ ગયા હતા. ત્યાંથી તેઓ એસઆરકે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હતી. દિવ્ય દરબાર બાદ તેઓ સુરતના લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નીલગીરી ગ્રાઉન્ડ ખાતે હનુમાન કથા લોકોને સંભળાવી હતી.
સનાતન સુરક્ષિત રહેઃ અમે દાન વાળા નથી. અમે હનુમાન વાળા છીએ. મારા નામથી કોઈ એ પણ પ્રકારનો દાન માંગે તો આપશો નહીં. કારણ કે મને જરૂર નથી. દાન આપવું જ હોય તો રામરાજ્ય અને હિન્દુ રાષ્ટ્ર દાનમાં આપો. દાન આપવું જ હોય તો 'સુરતના પાગલો' જ્યારે પણ હિન્દુ ઉદયની વાત આવે તો ઘરેથી નીકળીને મારો સાથ આપજો. મારી અંદર એક જ કલ્પના સાથે છે. જે હનુમાનજી કહેવડાવી રહ્યા છે. મારું સનાતન સુરક્ષિત રહે. એકવાર સનાતન સુરક્ષિત થઈ જાય તો પછી પ્રાણ પણ નીકળી જાય તો કંઈ વાંધો નથી.
તાંત્રિકોથી સાવધાનઃ તમે તાંત્રિકોના ચક્કરમાં નહીં આવો. હું ઇચ્છુ કે તમે અમારી રામ ચરિત્ર માનસના કોઈ ટુકડા ન કરે. દીકરીઓ લવ જેહાદના ચક્કરમાં ન પડે. આ માટે ભારત હિન્દુ રાષ્ટ્ર આવશ્યક છે. સુરતના પાગલોને હું કહેવા માંગીશ કે, જ્યાં સુધી જીવન છે ત્યાર સુધી હનુમાનજીના બનીને રહેજો. એમની પાસે એક જ પુસ્તક છે. તમારી પાસે ચાર વેદ પુરાણ અને ગીતા સહિત અન્ય ધાર્મિક પુસ્તકો છે. તેમની પાસે એક જ દેવ છે. ક્યારે પણ ઇમરજન્સી સમયે રિસાઈ જાય તો મુશ્કેલી થઈ જશે. જ્યારે તમારી પાસે અનેક દેવ છે. જો લક્ષ્મીજી રિસાઈ જાય તો તમે વિષ્ણુજી પાસે જઈ શકો છો વિષ્ણુજી રિસાઈ જાય તો તમે હનુમાન દાદા પાસે જઈ શકો છો. હનુમાનદાદા રિસાઈ જાય તો તમે રામ પાસે જઈ શકો છો. જેથી તમારી પાસે અનેક વિકલ્પો હોય છે.