સુરત: બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ સુરતની મુલાકાતે છે. સુરતના લિંબાયત ખાતે આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં તેઓ દિવ્ય દરબારમાં હાજરી આપી હતી. તે પહેલા તેઓએ મીડિયા સાથે રૂબરૂ થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. રામ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર જે કાર્યો ચાલી રહ્યા છે તેને લઈને તેઓએ પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેઓને કોઈ રાજકીય પાર્ટીના નથી.
આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણને લઈને નિવેદન: ધીરેન્દ્ર શાસ્ત્રીએ સુરતમાં કહ્યું હતું કે ગુજરાત ભક્તિનો પ્રદેશ છે અને સર્વત્ર અહીં રામ નામની ધૂન છે. પ્રથમ વાર આટલા સમય માટે હું ગુજરાત આવ્યો છું. હવે થોડાક દિવસે ગુજારીશું ગુજરાતમાં ખૂબ જ પ્રસન્નતા છે. ધર્મની માતા કિરણબેન છે જેમના કહેવા પર હું અહીં આવ્યો અને મને અહીં આંખો પરિવાર મળ્યો છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તિત કરનાર લોકોની ઘરવાપસીનો પણ વાતો તેઓએ સુરત ખાતે કર્યો હતો.
આદિવાસી વિસ્તારમાં દિવ્ય દરબાર: તેમને વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં જે રીતે આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ થયું છે તેને ધ્યાને રાખીને આદિવાસી વિસ્તારમાં દરબાર યોજાશે. દરબારમાં આદિવાસી સમાજના લોકોની ઘરવાપસી કરાવવામાં આવશે. તેમને જણાવ્યું હતું કે સનાતન ધર્મ માટે હાલ જાગૃતતા ખુબ જ આવશ્યક છે. લોકો માત્ર ટીવી અને મોબાઈલ સુધી સીમિત છે. અમને સનાતન સંસ્કૃતિનો પ્રચાર દિલ સુધી કરવાનું છે.
'હિન્દુ રાષ્ટ્રની વાત કરવીએ ખોટું નથી. ભારત હિંદુ રાષ્ટ્ર હતું અને ફરીથી જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત અમારો ધ્યેય કાગળ પર હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાનો નથી. મારો ધ્યેય પ્રત્યેક હિન્દુના હૃદયમાં હિન્દુ રાષ્ટ્ર જાગી જાય તેવો છે. જ્યારે હનુમાનજી લંકા જઈ રહ્યા હતા ત્યારે તેમનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધીઓને કહેવા માંગીશ સેમ ટુ યુ.' -બાબા બાગેશ્વર, બાગેશ્વર ધામના પીઠાધીશ
પીએમ મોદીના કાર્યોથી સંતુષ્ટ: આ દરમિયાન તેમને વધુમાં જણાવ્યું હતું કે પીએમ મોદી ખુબ સરસ કામ કરી રહ્યા છે. આ તમામ કાર્યોથી હું ખૂબ જ પ્રસન્ન છું. તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ કોઈ પાર્ટી સાથે સંકળાયેલા નથી તેથી કોઈ પાર્ટી સાથે તેમને જોડવામાં ન આવે. તેમને કહ્યું કે મારી માત્ર એક જપાર્ટી છે અને તે છે બજરંગ બલીની પાર્ટી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ રામ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર માટે જે થઈ રહ્યું છે તે ખૂબ જ સરસ છે.
તમામ પાર્ટીમાં શિષ્યો: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સનાતન વિરોધી તાકતો મારી પાછળ લાગેલી છે. તમામ પ્રકારના પ્રયત્નો અને ષડયંત્ર ચાલી રહ્યા છે. જંગલોમાં જે આદિવાસી વચ્ચે કથા કરી છે. હું કોઈ પણ પાર્ટીમાં નથી અને આગળ પણ કોઈ પાર્ટીમાં જોડાઇશ નહિ. તમામ પાર્ટીમાં મારા શોષ્યો શિષ્યો છે. કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટી અને અન્ય દરેક પાર્ટીના લોકો મારા ભક્તો છે.