સુરત: ભારત G20 ની અધ્યક્ષતા કરી રહ્યો છે જે અંતર્ગત આજે સુરતમાં B 20 મીટ યોજાઈ હતી. જેમાં ડાયમંડ, ટેક્સટાઇલ, બેન્કિંગ ફાઇનાન્સ સહિત અન્ય વિવિધ બિઝનેસ સેક્ટર થી લગભગ 200 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ મીટમાં કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલ અને ગુજરાતના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. સર્બાનંદ સોનોવાલએ વેપાર ક્ષેત્રે ગુજરાતની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની ધરતીની હવામાં જ વેપાર છે.
કેવડિયા ખાતે G20ની બેઠક: જુલાઈ માસમાં સુરત અને કેવડિયા ખાતે G20 ની વર્કિંગ ગ્રુપની બેઠક યોજવામાં આવશે જેમાં મંત્રી સ્તરની બેઠકો યોજાઈ રહી છે. જેના અંતર્ગત CII ગુજરાત દ્વારા B 20 મીટ સુરત ખાતે યોજાઇ હતી. જેમા કેન્દ્રીય આયુષ, બંદર, શિપિંગ અને જળમાર્ગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ તે રાજ્યના ગ્રીયર રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી એ હાજરી આપી હતી. અલગ અલગ વેપારિક સેક્ટરના આશરે 200થી પણ વધુ પ્રતિનિધિઓ આ મીટમાં હાજર રહ્યા હતા. આ મીટમાં અલગ અલગ ક્ષેત્રોથી આવેલા પ્રતિનિધિઓએ ટેક્સટાઇલ, ડાયમંડ, બેન્કિંગ અને ફાઈનાન્સ ક્ષેત્ર અંગેની ચર્ચાઓ,સૂચનો અને મુદ્દાઓ રજૂ કર્યા હતા.
આર્થિક સશક્તિકરણ માટે નાણાકીય સમાવે: B 20 મીટ ના પ્રથમ સેશનમાં ગ્લોબલ વેલ્યુ ચેન માટે કઈ રીતે ડાયમંડ અને ટેક્સટાઇલ સહિત કેમિકલ ઇન્ડસ્ટ્રી ઉપયોગી બની રહેશે આ માટેની પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી જ્યારે બીજા સેશનમાં વધુ સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ કઈ રીતે આર્થિક સશક્તિકરણ માટે નાણાકીય સમાવેશ ને આગળ વધારી શકાય તે માટે વિચાર મંથન કરાયું હતું. અલગ અલગ વેપાર સાથે સંકળાયેલા નિષ્ણાંતો આ મીટમાં હાજર રહ્યા હતા.
ગુજરાત 'બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ': કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલએ જણાવ્યું હતું કે, g20 ની અધ્યક્ષતા કરવાની તક ભારતને મળી છે જે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે ભારત ડિજિટલ ઇનોવેશન માં એક ગ્લોબલ લીડર તરીકે આગળ આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુદ્ધ લેડ ડેવલપમેન્ટના ખૂબ જ આગ્રહી રહી છે. ગુજરાત ની હવામાં વેપાર છે. અનેક સુવિધાઓ છે જેના કારણે વેપારને અનેક તકો મળે છે. બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગુજરાત વર્ષોથી પોતાની ઓળખ જમાવીને રાખ્યું છે. ની વેપાર માટે અને રોકાણ માટે લોકોને અનેક તકો મળે છે. ગુજરાતીઓની વેપારની જે મહેનત છે તે ખૂબ જ કાબીલેદાદ છે.