સુરત: કોરોના વાઈરસ અંગે હિન્દીમાં લોકોમાં જનજાગૃતિ લાવવા માટેનો પ્રયાસ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેના પગલે પાલિકા દ્વારા વોલ પેઈન્ટિંગ થકી લોકને સદેશ પાઠવવામાં આવી રહ્યા છે. પેઈન્ટિંગ તૈયાર કરી રહેલા ચિત્રકારો પણ સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરી નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા છે.
પેઇન્ટિંગ થકી લોકો સુધી કોરોના વાઈરસ અંગેની જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરતના ઉધના ખટોદરા વિસ્તારમાં ચિત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ પેઇન્ટિંગમાં લોકોને માસ્ક પહેરવા માટેની અપીલ કરવામાં આવી છે. કોરોનાની ચાલી રહેલી મહામારીથી બચવા લોકોને વારંવાર સાબુથી હાથ ધોવા માટે પણ પેઇન્ટિંગના માધ્યમથી જણાવવામાં આવ્યું છે. જ્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા ગમે ત્યાં થૂંકતા લોકોને પણ જાહેરમાં થૂંકવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
ચિત્રકારો થઈને જાતે તેઓ તંત્ર અને સરકારની ગાઈડ લાઇન મુજબ કામ કરી રહ્યા છે. જે લોકોને અપીલ કરી રહ્યા છે કે, તેઓ પણ કોરોનાની મહામારી સામે નિયમોનું પાલન કરી રહ્યાં છે.