સુરત: શહેરના લીંબાયત વિસ્તારમાં ઝઘડો રોકવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં (Attack on police constable in Surat)આવ્યો હતો. આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ (Limbayat police station)પણ નોંધાઈ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ Surat Crime Case: ના હોય, શું હવે સુરતમાં પોલીસ પણ અસુરક્ષિત?
સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો - સુરતના લીંબાયત પોલીસ મથકમાં (Attack Case in Surat )ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભાવિન પરસોતમ સોલંકી 11 જૂનના રોજ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. લીંબાયત શાંતિ નગર પાસે ગણેશ છોટુ સૂર્યવંશી અને દીપક હીરામણ અંદરો અંદર ઉચા અવાજે બોલી ઝઘડો કરી રહ્યા હતા જેથી પોલીસ કોન્સ્ટેબલ ત્યાં પહોચ્યા હતા. અહીં ઝઘડો નહી કરવા અને તેઓને ઘરે ચાલી જવા માટે કહ્યું હતું જેથી ઉશ્કેરાયેલા ગણેશ ઉર્ફે છોટુએ પોતાની પાસે રહેલા તિક્ષણ હથીયાર છરા વડે કોન્સ્ટેબલના પીઠના ભાગે મારી ગંભીર (Attack on police constable in Surat)ઈજાઓ પહોચાડી હતી.
આ પણ વાંચોઃ રાજનીતિ ! રાજ્યપ્રધાનના ભત્રીજાએ હોમગાર્ડ પ્લાટુન કમાન્ડરને માર મારી ફાડ્યો યુનિફોર્મ
સીસીટીવી ફૂટેજ સામે આવ્યા - આ બનાવમાં કોન્સ્ટેબલે લીંબાયત પોલીસ મથકમાં ગણેશ છોટુ સૂર્યવંશી અને દીપક હીરામણ કોળી સામે ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવી રહ્યો છે.