સુરત: ગુજરાત એટીએસએ આતંકી મોડ્યુલને લઈ સુરતથી એક મહિલાની ધરપકડ કરી છે. સુમેરાબાનુ નામની મહિલા સુરત શહેરના લાલ ગેટ વિસ્તાર ખાતે આવેલા ફીઝા એપાર્ટમેન્ટ ખાતે રહેતી હતી. શુક્રવારે સવારે એટીએસની ટીમ તેના ઘરે પહોંચી હતી અને સવારે 9:00 વાગ્યાથી લઈ બપોરે 2:00 વાગ્યા સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તેની પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા.
સીસીટીવી કનેક્શનના ડીવીઆર કબ્જે: એટીએસ સુમેરાની ધરપકડ કરી તેને પોરબંદર લઈ ગઈ છે. એટલુ નહીં સુમેરા જે બિલ્ડિંગમાં રહેતી હતી તે બિલ્ડીંગના સીસીટીવી કનેક્શનના ડીવીઆર પણ એટીએસ સાથે લઈ ગઈ છે. એટીએસને સુમેરા અંગે જાણકારી મળી છે કે તેના લગ્ન દક્ષિણ ભારતના એક ઈસમ સાથે થયા હતા. તેના બે બાળકો છે અને છુટાછેડા થયા બાદ તે છેલ્લા ત્રણ વર્ષથી માતા-પિતા સાથે સુરતમાં રહેતી હતી.
'પોલીસે મને પણ બોલાવ્યો હતો અને મને પૂછ્યું હતું કે તમે અહીંના સેક્રેટરી છો અમને અહીંના સીસીટીવી ડીવીઆર આપો. ડીવીઆર અને મારો નંબર તેઓ લઈ ગયા છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે અમારો કામ પતી જશે ત્યારે ડીવીઆર આપી દઈશું. સુમેરા નામની છોકરીને લઈને ત્યાર પછી તેઓ નીકળી ગયા હતા. તેમને પૂછ્યું પણ કે શું કેસ છે? તેઓએ જણાવ્યું હતું કે હાલ તમને કહીએ નહીં પુછપરછ બાદ તમને જાણ કરીશું.' -ઇમરાન, બિલ્ડીંગના સેક્રેટરી
છ કલાક સુધી પૂછપરછ: એટીએસએ જે સુમેરાની ધરપકડ કરી છે તે સુરતના લાલ ગેટ વિસ્તાર ખાતે આવેલા ફીઝા એપાર્ટમેન્ટ બાગ માં રહેતી હતી. આ બિલ્ડીંગના સેક્રેટરી ઇમરાનએ જણાવ્યું હતું કે, અમને ખબર નહોતી પરંતુ એક દિવસ પહેલા અમે 9:00 વાગે સવારે જોયું કે પહેલી ગાડી આવી જેની અંદરથી ચારથી પાંચ લોકો ઉતર્યા હતાં. તેઓ હનીફભાઈ મલી કે જ્યાં સુમેરા રહે છે ત્યાં ગયા હતાં ત્યાં પૂછપરછ ચાલુ જ હતી ત્યાર પછી બીજી ગાડી આવી. પોલીસે સવારે 9:00 ત્યાંથી લઈ બપોરે બે વાગ્યા સુધી પૂછપરછ હાથ ધરી હતી.
છુટાછેડા થયા બાદ તે માતા પિતા સાથે રહેતી હતી: સાથે ઈમરાનભાઈએ જણાવ્યું હતું કે સુમેરા છેલ્લાં બેથી ત્રણ વર્ષથી પોતાના માતા પિતા સાથે રહે છે. સુમેરા પતિ સાથે રહેતી હતી. કેરલા કે સાઉથ સાઇડ તેમના લગ્ન થયા હતા. છુટાછેડા થયા બાદ માતા પિતા સાથે અહીં જ રહેતી હતી.