સુરત: કામરેજ ગામ પંચાયતમાં સફાઇ કામદાર તરીકે કામગીરી કરતા લાલુભાઇ માલીવાડનું મૃત્યુ થયું છે. તેઓ બગાચીયા જી.બાંસવાડા રાજસ્થાન પોતાનાં સાઢુભાઇ પવિણભાઇ પિતાહ મહિડા સાથેે કામરેજ ગામથી બાપા સિતારામ ચોક જવાના રસ્તાના નાકે સફાઇ કામગીરી કરી કચરો સળગાવતો હતો આ દરમિયાન આ ધટના બની છે.
આ પણ વાંચો: Ahmedabad Unseasonal Rain: ઠંડીમાં રાહતની આશા પર વરસાદે પાણી ફેરવ્યું, મહામાં માવઠું
યુવક તે જગ્યા પર જ પડી ગયો: આગળ આવેલી GEBની ડીપી બાજુમાંથી લાલુભાઇ પસાર થતો હતો તે વખતે ડીપીના જમ્પરનો વીજ વાયર પોલ સાથે લટકતી હાલતમાં હતો. જીવંત વીજ તારનો કરંટ યુવકના માથાના કપાળનાં ભાગે તેમજ જમણા ગાલ પર લાગતા યુવક તે જગ્યા પર જ પડી ગયો હતો. તેને સાથેનાંં કામદારેે પમ્પીંગ કરી જીવંત કરવાનો પયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળતા મળી હતી બાદમાં બેભાન હાલતમાં 108માં કામરેજ સરકારી દવાખાને લઇ જતા ફરજ પરનાં ડોકટરે તપાસી મૃત જાહેર કયોૅ હતો.
દસ દિવસ પહેલા જ નોકરીએ જોડાયો: GEBની બેદરકારીથી મોતને ભેટેલા લાલુભાઇ માલીવાડ આશરે દસ-બાર દિવસ પહેલા જ રાજસ્થાનથી પત્નિ અને બેે બાળકો સાથે કામરેજ આવ્યા હતા અને સાઢુભાઇ સાથે સફાઇ કામગીરીમાં જોડાયા હતા. સફાઇકામ દરમ્યાન અચાનક કરંટ લાગતા યુવાનવયે મોત નીપજતાં બે નાનાં પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી જ્યારેે ગરીબ પરિવાર પર દુખનો પહાડ તુટી પડ્યો હતો.
આ પણ વાંચો: Veraval Dogs Murder: ગામના 25 જેટલા શ્વાનોની સામૂહિક હત્યાનો વીડિયો વાયરલ થતા ચકચાર
GEBની બેદરકારી: કામરેજ તાલુકામાં GEBની બેદરકારીના કારણે અનેક વાર અકસ્માતોની ઘટના બને છે. જીવંત વીજતારના કારણે ભૂતકાળમાં પશુઓના પણ મોત થયા છે,ત્યારે હાલ જવાબદાર અધિકારીઓ,કર્મચારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આ ઉપરાંત મૃતક યુવકના પરિવારને યોગ્ય વળતર મળે તે પણ જરૂરી છે.