સુરત : દૈનિક અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેરખબર પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી કરવાના અવેજ પેટે લાંચ લેતા સહાયક માહિતી નિયામક વર્ગ-2 અને જુનિયર કલાર્ક વર્ગ-3 ઝડપાઈ ગયા હતા. ACBની ટીમે છટકું ગોઠવી આરોપીઓની ધરપકડ (Bribery case in Surat) કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (Assistant Director of Information Bribery in Surat)
શું હતો સમગ્ર મામલો સુરતમાં દૈનિક અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી પરમાર કવસિંગ પરમાર સહાયક માહિતી નિયામક વર્ગ-2, તેમજ જુનિયર કલાર્ક વર્ગ-3 સતિષ જાદવએ એકબીજાના મેળા પીપળામાં 5.30 લાખની લાંચ માંગી હતી. આ પૈકીની અડધી રકમ 2.70 લાખ રકમ પ્રથમ હપ્તા તરીકે માંગવામાં આવ્યા હતા. (Junior Clerk Bribery in Surat)
ઝેરોક્ષની દુકાન પાસેથી લાંચ લેતા ઝડપી પાડ્યા એન્ટી કરપ્શન બ્યુરો સુરતના ACP આર.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ મામલે ACPમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી ACPની ટીમે છટકું ગોઠવી બંને આરોપીઓને નાનપુરા, બહુમાળી કમ્પાઉન્ડની બહાર આવેલા ઝેરોક્ષની દુકાન પાસેથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલે ACPની ટીમે બંને આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. (Surat Crime News)