ETV Bharat / state

Assembly Elections in UP: યુપીમાં મતદાન કરવા માટે સુરતથી યુપી વાસી જાય તે માટે ભાજપે કમર કસી

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી(Assembly Elections in UP) માટે બે ચરણ નું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ચૂંટણીમાં સુરત પણ રંગાઈ ગયું છે. લોકડાઉન સમયે જે શ્રમિકોને સરકારે શ્રમિક ટ્રેન મારફતે યુપી બિહાર મોકલ્યા હતા. તેવા શ્રમિકોની સૂચિ બનાવીને સુરતમાં રહેતા ભાજપના ઉત્તર પ્રદેશના નેતાઓ તેમને મત આપવા માટે સંપર્ક કરી રહ્યા છે. યુપી જઈને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

Assembly Elections in UP: યુપીમાં મતદાન કરવા માટે સુરતથી યુપી વાસી જાય તે માટે ભાજપે કમર કસી
Assembly Elections in UP: યુપીમાં મતદાન કરવા માટે સુરતથી યુપી વાસી જાય તે માટે ભાજપે કમર કસી
author img

By

Published : Feb 15, 2022, 2:17 PM IST

સુરતઃ શહેરમાં આશરે 8 લાખથી વધુ ઉત્તર ભારતના લોકો રહે છે. જેમાંથી ભારતીય જનતા પાર્ટીના(Bharatiya Janata Party) ઉત્તર ભારતીય નેતાઓ મુજબ અઢી લાખ જેટલા મતદાતાઓ ઉત્તર પ્રદેશના છે. રોજીરોટી માટે સુરત આવેલા આ ઉત્તર પ્રદેશના મતદાતાઓ સુરતના વિકાસ કામ અને હાલ યુપીમાં જે યોગી સરકાર છે તેની કાર્ય પ્રણાલી મુજબ ભાજપને મત આપે આ માટે સુરતના ઉત્તર ભારતીય નેતાઓ (Appeal to vote in elections )સક્રિય થઈ ગયા છે. સુરતમાં તમામ જાતિના લોકોની સાથે સંપર્ક કરી એમને યુપી જઈને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે પૂરવાંચલ વિસ્તાર છે ત્યાં ના લોકોને સુરતથી મોકલવામાં આવી રહ્યા છે. હાલના દિવસોમાં હોળી પણ છે અને લોકોને રજા પણ મળી રહેશે. આ બંને જોઈ તેમને મતદાન કરવા માટે સુરતના ઉત્તર ભારતીય નેતાઓ મિટિંગ કરી મતદાન કરવા આવાહન કરી રહ્યા છે.

મતદાન કરવા માટે અપીલ

50 ટકા જેટલા શ્રમિકો હાલ યુપીમાં છે

ભાજપના ઉત્તર ભારતીય નેતા (BJP North Indian leader)વિનય શુક્લાએ જણાવ્યું હતું કે લોકડાઉન સમયે લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા હતા. જે તે સમયે અમે તેમની લિસ્ટ બનાવી હતી. હાલ અમે મતદાન કરવા માટે આ શ્રમિકોને સંપર્ક કરી રહ્યા છે. 50 ટકા જેટલા શ્રમિકો હાલ યુપીમાં જ છે અને જે લોકો મતદાન કરવા ઈચ્છી રહ્યા છે તેમને અમે અહીંથી યુપી મોકલી પણ રહ્યા છે.

આ પણ વાંચોઃ Assembly Elections in UP : ગુજરાતમાં ભાજપ દ્વારા યુપીવાસીઓને યોગીને મત આપવા આહવાન

આશરે અઢી લાખ જેટલા યુપીના મતદાતાઓ

ઉત્તર ભારતીય સમાજના નેતા અને પૂર્વ ભાજપના કોર્પોરેટર યજુવેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, યુપીમાં યોગી સરકાર પહેલા જે પરિસ્થિતિ હતી તે ફરી ન ઉદભવે આ માટે અમે લોકોને મતદાન કરવા માટે કહી રહ્યા છે. સુરતમાં આશરે અઢી લાખ જેટલા યુપીના મતદાતાઓ છે જે અનેક જાતિ ના છે. તમામ સાથે બેઠક કરી તેમને યુપી જવા માટે અમે કહી રહ્યા છે. દરેક મતદાનના ચરણમાં અહીંથી મતદાતાઓ ખાસ મતદાન કરવા માટે જઈ રહ્યા છે. જે લોકો મતદાન કરવા જઈ શકતા નહોતા તેઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના સંબંધીઓને ભાજપ ને મતદાન કરવા કહે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવે તો કોને ફાયદો થાય?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.