રાહુલ અને તેની ગેંગ માત્ર સુરત નહીં પરતું અન્ય શહેરોમાં પણ આંતક મચાવ્યો હતો. 25 થી વધુ લોકોની ગેંગ સાથે સંકળાયેલો રાહુલ ફોર વ્હિલમાંથી બેગ ચોરી કરવામાં માસ્ટરી ધરાવે છે. તેની ગેંગમાં નાના બાળકો પણ છે. અગાઉ ક્રાઈમ બ્રાંચે તેની ગેંગનાં 10 આરોપીઓની ધરપકડ કરી હતી. ગિલોલ ગેંગ તારીખે તેની ગેંગ પોલીસ ચોપડે જાણીતી છે. આ ગેંગ ફોર વ્હિલની રેકી કરતા હતાં.
જે કારમાં સામન પડેલો હોય તેની આસપાસ ગોઠવાઈ જતાં હતાં. ગેંગમાં રહેલા સગીર વયના આરોપીઓ કારને ગિલોલ વડે નિશાન લગાવી ફોડતા હતાં. કાચ જેવો ફૂટે કે તરત જ રાહુલ સહિતના આરોપીઓ કિંમતી સામાનની ઉઠાંતરી કરી લેતા હતા.
અગાઉ પોલીસે આ ગેંગ પાસેથી અંદાજે બે લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલો રાહુલ પણ સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા 18 ગુનામાં વોન્ટેડ હતો. ત્યાં જ અગાઉ તે સુરત શહેર પોલીસમાં નોંધાયેલા સાત ગુનામાં પકડાઈ ચુક્યો હતો.
ગિલોલ ગેંગના મોટા ભાગના આરોપીઓ આંધ્રપ્રદેશ એક જ વિસ્તારના રહેવાસી છે અને તેઓની ગિલોલ વડે કાચ તોડી બેગ લીફટીંગ કરવાની મોરસ ઓપેન્ડી તેમના પરિવારમાંથી જ વિરાસતમાં મળી છે.
ગિલોલ ગેંગનાં રાહુલ સહિતના અગિયાર સાગરીતો હાલ પોલીસ કસ્ટડીમાં છે. જ્યારે અન્ય સાગરીતો હાલ ફરાર છે. આરોપીઓ મૂળ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનાં સરહદી વિસ્તારના છે. તેમની ભાષાને કારણે પોલીસે પૂછપરછમાં મુશ્કેલી પણ પડી રહી છે. ત્યારે ગેંગના ફરાર સાગરીતોને પકડવા માટે પોલીસ દોડધામ કરી રહી છે.