ETV Bharat / state

વડાપ્રધાન મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પોસ્ટ મૂકનારા રત્નકલાકારની ધરપકડ - સુરત સાયબર ક્રાઇમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો સોશિયલ મીડિયામાં મૂકી પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પોસ્ટ મૂકનારા સુરતના રત્નકલાકારની સુરત સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસે જણાવ્યું હતું કે, તેમને એક પક્ષને લઈને બીભત્સ ભાષામાં સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી હતી. આ ઉપરાંત અરાજકતા ફેલાય તેવું કૃત્ય કર્યું હોવાથી આ રત્નકલાકારની ધરપકડ કરવામાં આવી છે.

રત્નકલાકારની ધરપકડ
રત્નકલાકારની ધરપકડ
author img

By

Published : Jul 1, 2021, 10:09 PM IST

  • વડાપ્રધાન મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પોસ્ટ મૂકનારા રત્નકલાકારની ધરપકડ
  • અરાજકતા ફેલાય તેવું કૃત્ય કર્યું હોવાથી રત્નકલાકારની ધરપકડ કરવામાં આવી
  • કતારગામ વિસ્તારમાં આવેલા ધનમોરા પાસે રહે છે આ રત્નકલાકાર

સુરત : સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરવામાં આવે તો તેનો ઘણો ફાયદો પણ થઈ શકે છે, પરંતુ ઘણીવાર સોશિયલ મીડિયાના દુરુપયોગને કારણે લોકોને જેલમાં જવાનો વારો પણ આવે છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના કતારગામ ધનમોરા પાસે રહેતા અરવિંદ ભાઈ ઉર્ફે એ. કે. પટેલની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

મૂળ જેતપુરનો વતની છે આ રત્નકલાકાર

આ અંગે સુરત પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદપ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે માટે તેમનો ફોટો મૂકી વિવિધ કોમેન્ટ કરી હતી. આ ઉપરાંત તેણે એક રાજકીય પાર્ટીને લઈને બીભત્સ ગાળો પણ લખી હતી અને લોકોમાં અરજકતા ફેલાય તેવી પોસ્ટ પણ કરી હતી. જેથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલો આરોપી રત્નકલાકાર છે અને તે મૂળ જેતપુરનો વતની હાલ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ધનમોરા પાસે રહે છે.

વડાપ્રધાન મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પોસ્ટ મૂકનારા રત્નકલાકારની ધરપકડ

અફવા ફેલાવશો તો થશે કાર્યવાહી

સુરત સાયબર ક્રાઇમ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. ખોટી અફવા કે લોકોમાં અરાજકતા ફેલાઈ તેવી પોસ્ટ અથવા ફેક સમાચાર સોશ્યલ મીડિયામાં ફેલાવશો તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઘણી વખત લોકો સમાચારની ખરાઈ કર્યા વગર કે ફોટાની ખરાઈ કર્યા વિના ફોરવર્ડ કરતા હોય છે. જેના કારણે અફવા અને ભયનો માહોલ ફેલાઈ છે, ત્યારે આવા લોકો સામે સુરત સાયબર ક્રાઇમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.