ETV Bharat / state

Navratri 2023: બારડોલીમાં તલવાર આરતીથી માતાજીની કરાઈ છે આરાધના, જૂઓ વીડિયો

બારડોલીમાં રાજપૂત સમાજના યુવક યુવતીઓ દ્વારા તલવાર આરતીથી આદ્યશક્તિ માતાની આરાધના કરવામાં આવી હતી. 100થી વધુ યુવક યુવતીઓ અને નાના ભૂલકાઓએ તલવારબાજી કરતબ રજૂ કર્યા હતા.

બારડોલીમાં તલવાર આરતીથી માતાજીની કરાઈ છે આરાધના, જૂઓ વીડિયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 8:51 PM IST

બારડોલીમાં તલવાર આરતીથી માતાજીની કરાઈ છે આરાધના, જૂઓ વીડિયો

બારડોલી: બારડોલી કોલેજ મેદાન ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા તલવાર આરતી અને તલવારબાજી કરતબનું આયોજન કરાયું હતું. રાજપૂત સમાજના યુવક-યુવતીઓ અને નાના ભૂલકાઓએ આહલાદક તલવારબાજી કરી મા આદ્યશક્તિની આરાધના કરી હતી.

બારડોલીમાં તલવાર આરતીથી માતાજીની આરાધના
બારડોલીમાં તલવાર આરતીથી માતાજીની આરાધના

વીરતાભર્યા કાર્યક્રમનું આયોજન: મા આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યાં છે. ત્યારે માતાજીના છઠ્ઠા નોરતે સુરત જિલ્લાના બારડોલી ખાતે અનોખું આયોજન કરાયું હતું. બારડોલીમાં સ્ટેશન રોડ પર આવેલ પી આર બી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજના મેદાન ખાતે સ્વર્ણિમ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શક્તિની ઉપાસના કરતા આવેલ રાજપૂત સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા વીરતા ભર્યા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

બારડોલીમાં તલવાર આરતીથી માતાજીની આરાધના
બારડોલીમાં તલવાર આરતીથી માતાજીની આરાધના

અલગ અલગ ગામોથી યુવક યુવતીઓ જોડાય: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા માતાજીની આરતીમાં તલવાર મહાઆરતી અને તલવારના કરતબ બતાવવામાં આવ્યા હતા. સુરત જિલ્લાના અલગ અલગ ગામોમાંથી રાજપૂત સમાજના યુવક યુવતીઓ મોટી સંખ્યામાં આ આરતીમાં જોડાયા હતા. તેઓ એક મહિનાથી આ માટે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. સામાન્ય રીતે શૂરવીરતા અને શક્તિની ઉપાસના રાજપૂતોની આગવી ઓળખ રહી છે. ત્યારે બારડોલી ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બારડોલી દ્વારા કાર્યક્રમનું આયોજન સફળ રહ્યું હતું. સમગ્ર સુરત જિલ્લામાંથી આવેલા રાજપૂત સમાજ ના યુવાનો એ માતાજી ની તલવાર આરતી અને બાદમાં દિલધડક તલવારબાજી કરતબ કર્યા હતા. તલવારબાજીમાં યુવકો સાથે યુવતીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

બારડોલીમાં તલવાર આરતીથી માતાજીની આરાધના
બારડોલીમાં તલવાર આરતીથી માતાજીની આરાધના
  1. Shravan Worship of Shiva : બારડોલી કેદારેશ્વર મંદિરમાં 184 વર્ષથી ચાલતી શિવનામ સ્મરણ સપ્તાહ, પરંપરા શા માટે છે અઘરી તે જાણો
  2. Bardoli Rain: બારડોલી જળબંબાકાર, સામાન્ય જનજીવન ખોરવાયું
  3. Surat News: બારડોલી-કડોદરા બેટમાં ફેરવાયા, ચાર કલાક વરસાદથી ચોતરફ સ્થળ ત્યાં જળ
  4. Bardoli Molestation Case: વિધર્મીએ ભૂવાના વેશમાં વિધિ કરવાના બહાને પરિણીતા સાથે કરી છેડતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.