સુરત: ભારતના વિવિધ રાજ્યો અને વિવિધ ગામોમાં ક્રાફટના કારીગરોની કલાની કદરના કાર્યક્રમ સુરત ખાતે યોજાઈ રહ્યો છે. જેનું ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ક્રાફટમાં હસ્ત કલા, પેપર કલા, કાચ કલા, વણાટ કલા સહિતની કલાને લોકો સમક્ષ મુકવામાં આવી છે. લોકો પોતાની જાતે બનાવેલી વસ્તુ વેચાણ અર્થે મૂકે છે.
![ક્રાફટમાં હસ્ત કલા, પેપર કલા, કાચ કલા, વણાટ કલા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-10-2023/gj-sur-aandibenpatel-kraft-gj10058_05102023181532_0510f_1696509932_752.jpg)
'સુરતમાં સ્વચ્છતા અને સુંદરતા જોવા મળે છે. આ ક્રાફટમાં હસ્તકલા તૈયાર કરનાર લોકો પાસેથી ઘણું શીખવા જેવું છે. એક મહિલા 300 લોકોને કામ આપે છે. ડાયમંડ સિટીના કર્તાહર્તા મોટા વેપારીઓ એક સમયે એક લોટો અને એક દોરી લઈને આવ્યા છે. ધીમે ધીમે હીરા ઘસી મોટા પોતાની આવડતથી કારખાના સ્થાપી મોટા શેઠ બન્યા છે. ગોવિંદ ધોળકિયા જેવા લોકો ખૂબ આગળ આવ્યા છે. અત્યારે 2000 હજાર કારીગરોને કામ આપે છે. ક્રાફ્ટ કલાની ધરોહરને સુરત ઓળખે છે. સુરત હંમેશા બધાની કદર કરે છે.'- આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ
![લોકોને રોજગારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-10-2023/gj-sur-aandibenpatel-kraft-gj10058_05102023181532_0510f_1696509932_824.jpg)
18 રજ્યોમાં ક્રાફટનું કામ: રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યુંકે, આ ક્રાફટ ધીરેધીરે ખૂબ જ આગળ વધી રહ્યું છે. નવા પ્રોડક્ટ પણ આવી રહી છે. તેની સાથે નવા આર્ટિસ્ટ પણ આવી રહ્યા છે. 18 રાજ્યોમાં ક્રાફટનું કામ ચાલી રહ્યું છે. તો ત્યાંના ભાઈ બહેનો પોતપોતાની પ્રોડક્ટ લઈને આવે છે. આ તમામ લોકો એકબીજા સાથે મળીને ક્રાફટમાં કાર્ય કરે છે. સુરતના લોકો મહાનગરપાલિકા ક્રાફટને મદદરૂપ કરે છે. કારણકે આ ક્રાફટમાં ગરીબ માધ્યમ વર્ગના લોકો જોડાયેલ હોય છે અને તેઓ એકલા કામ નથી કરતા તેઓ રોજગારી પણ આપે છે. ક્રાફટમાં એક વ્યક્તિ 100થી વધુ લોકોને રોજગારી આપે છે. જેને કારણે અમુક કામ અને સરકારનું કામ છે કે આ ક્રાફટને વધુમાં વધુ વેગ આપવામાં આવે.
![આનંદીબેન પટેલના હસ્તે ઉદ્ઘાટન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-10-2023/gj-sur-aandibenpatel-kraft-gj10058_05102023181532_0510f_1696509932_148.jpg)
વિદ્યાર્થીઓને મદદરૂપ: વધુમાં જણાવ્યુંકે, આ ક્રાફટમાં ડિઝાઇનની વાત કરવામાં આવે તો ડિઝાઇનરોને પણ આ સંસ્થાઓ પોતાનામાં સ્થાન આપે છે. કેટલાક વિદ્યાર્થીઓ જેઓ ડિઝાઇનરમાં અભ્યાસ કરે છે. તેઓ પણ આ ક્રાફટમાં જોવા સમજવા માટે આવે છે અને તે વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ વર્ગ મળી જાય છે. જે તેઓને અહીં મદદરૂપ પણ થાય છે અને તેઓને નવું શીખવાનું મોકો મળે છે.
![કલાની કદરનો કાર્યક્રમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-10-2023/gj-sur-aandibenpatel-kraft-gj10058_05102023181532_0510f_1696509932_517.jpg)