સુરતઃ શહેરમાં કોરોનાના દર્દીઓને અપાતુ ટોસિલિઝુમેંબ અને રેમડેસીવીર ઇન્જેક્શન હાલ મળી રહ્યું નથી. જેથી ટાઈગર્સ સ્પોર્ટ્સ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે, તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને વહેલી તકે બજારમાં ઈન્જેક્શનનો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવે.
સુરતમાં શહેરમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બજારમાં ટોસિલિઝુમેંબ અને રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઈ રહી છે. જેથી ટાઈગર્સ ફોર્સ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં માગ કરવામાં આવી છે કે, કોરોનાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતી હોય તેવા દર્દીઓ અને હાલ ટોસિલિઝુમેંબ અને રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવે છે, પરંતુ તે ઇન્જેક્શન મેડિકલમાં મળી રહ્યું નથી. જેના કારણે દર્દીઓના પરિવારજનોને હાલાકી ભોગવવી પડી રહી છે.
આ ઇન્જેક્શન માત્ર સ્મીમેર હોસ્પિટલમાં મળે છે અને ત્યાં પણ મનફાવે તેવા ભાવ વસૂલવામાં આવે છે, ત્યારે આ ઇન્જેક્શન મેડિકલમાં સસ્તા ભાવે મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી છે.