ETV Bharat / state

સુરતના TDO વિજય દેસાઇ સામે ACBએ શરૂ કરી તપાસ - Deputy Town Development Officer

મહાનગરપાલિકાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગમાં વર્ષો સુધી DY. TDO તરીકે ફરજ બજાવનાર વિજય દેસાઇ સામે અમદાવાદ ACBએ આવક કરતાં વધુ સંપત્તિની તપાસ શરૂ કરતા પાલિકાના અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.

TDO
TDO
author img

By

Published : Feb 27, 2021, 4:33 PM IST

Updated : Feb 27, 2021, 4:40 PM IST

  • સુરતમાં છેલ્લા કેટલાંક સમયથી એન્ટીકરપ્શન વિભાગ સજાગ
  • ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા વિજય દેસાઇ સામે તપાસ
  • પાલિકાના અધિકારીઓમાં ફફડાટ

સુરત : છેલ્લા કેટલાય સમયથી એન્ટીકરપ્શન વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ પાસે આવક કરતાં વધુ સંપત્તિ હોય તેવા કિસ્સામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તે અંતર્ગત અનેક સરકારી કર્મચારી અને અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકામાં ડેપ્યૂટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા વિજય દેસાઇ સામે પણ થોડા સમય પહેલા એન્ટીકરપ્શન બ્યૂરોમાં આવક કરતાં વધુ સંપત્તિની તપાસ કરવા માટે અરજી કરવામાં આવી હતી.

વિજય દેસાઇ વર્ગ-3ની કેટેગરીમાં આવે છે

અરજીના આધારે વડી કચેરીના આદેશ અન્વયે અમદાવાદમાં એન્ટીકરપ્શન વિભાગે વિજય દેસાઇ સામે તપાસ શરૂ કરી છે. આ માટે પાલિકા પાસે તેમના પગારથી માંડીને તેમની પાસે કેટલી સંપત્તિ છે, તે વિગતો પાલિકા દ્વારા આપી પણ દેવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે વિજય દેસાઇ વર્ગ-3ની કેટેગરીમાં આવે છે. તેમજ આ માટેની તપાસ કરવા માટે કમિશનરની પણ મંજૂરી લેવાની હોતી નથી. જેથી એન્ટીકરપ્શન બ્યૂરો તમામ વિગતો મંગાવ્યા બાદ પાલિકાએ તેને પૂરી પણ પાડી દીધી છે. તેની પણ જાણ આજે પાલિકાના અધિકારીઓને થતા તેઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Last Updated : Feb 27, 2021, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.