સુરત: સુરત કાપડ ઉદ્યોગ વિશ્વભરમાં સાડીઓ માટે જાણીતું શહેર છે પરંતુ હવે ખાસ પોલિસ્ટર હબ બનવા જઈ રહ્યું છે. કોટનની ડિમાન્ડ સામે તેની અછત હોવાના કારણે સુરતમાં એક ખાસ કાપડ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોલિસ્ટર કાપડ વ્યક્તિને ગરમીથી રાહત આપે છે અને તેના બોડી ટેમ્પરેચરને યથાવત રાખે છે. એટલું જ નહીં આ કાપડ કેમિકલ કોટિંગ હોવાના કારણે એન્ટી બેકટેરિયલ છે. જેના કારણે પોલિસ્ટર લોકોની પસંદ બની રહ્યું છે. એવા દેશ કે જ્યાં આ ગરમી વધારે છે ત્યાંથી આ કાપડની ડિમાન્ડ પણ વધી છે.
100 ટકા ડ્રાય પોલિસ્ટર: આ કાપડ તૈયાર કરનાર સુરતના વેપારી વિષ્ણુ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ કુલટેક્સ કરીને કાપડ આવે છે. આ કાપડ 100 ટકા પોલિસ્ટર છે પરંતુ પહેરવા પર તે કોટનની જેમ લોકોને અનુભવ કરાવે છે. રિલાયન્સ દ્વારા આ કાપડને ડેવલપ કરવામાં આવ્યું છે. તેઓ કુલટેક્સના નામે યાર્ન વેચે છે. કાપડ સો ટકા ડ્રાય પોલિસ્ટર હોય છે પરંતુ જ્યારે તમે તેને પહેરો છો તો એમાં છ જેટલા ગુણો જોવા મળે છે. જેમાંથી એક છે ઈવી પ્રોડક્શન. એટલે કે જે સૂર્યપ્રકાશ આવે છે તે કાપડ ઉપરથી ઓટોમેટીક રિફ્લેક્ટ થઈ જાય છે અને શરીરની અંદર પહોંચતો નથી.
એન્ટિ બેક્ટેરિયલ હોવાના કારણે નુકસાન પહોંચાડતું નથી: કાપડની બીજી ખાસિયત છે પસ્પીરેશન. જે આપણો પરસેવો હોય છે તે કાપડ ઉપર જાય છે તે એબસોર્બ કરે છે. ત્રીજી વાત છે કે જ્યારે પરસેવો થાય ત્યારે તેમાંથી દુર્ગંધ આવે છે. આ કાપડ એન્ટિ બેક્ટેરિયલ હોવાના કારણે નુકસાન પહોંચાડતું નથી. અનેકવાર ખંજવાળની પણ સમસ્યા થતી હોય છે પરંતુ આ કેમિકલના કારણે પોલિસ્ટર કાપડથી આ સમસ્યા થતી નથી. 50 વાર જો આ કાપડ ધોવામાં આવે તો પણ આ કેમિકલ જતું નથી.
આ પણ વાંચો Nandini vs Amul Milk : શું છે અમૂલ અને નંદિની દૂધ વિવાદ, જાણો બંન્ને કંપની વિશે રસપ્રદ વાતો
અન્ય દેશોમાં ડિમાન્ડ: તેઓએ જણાવ્યું હતું કે, લોકોમાં ફેસિનેશન હતું કે કોટનને લઈને ગરમીના મોસમમાં કોટન પહેરવાથી લાભ થશે. તેના એક લિમિટેડ પ્રોડક્શનના કારણે પોલિસ્ટરનું ટ્રેડમાર્ક વધી રહ્યું છે અને સરકાર પણ મેન મેડ ફાઇબર પ્રમોટ કરી રહી છે. જેના કારણે અન્ય દેશોમાં આ કાપડ મોકલવામાં સહેલાઈ રહે છે. નીટીંગ મશીન અમે ડેવલપ કરી રહ્યા છે. સુરત હબ તરીકે ડેવલપ થઈ રહ્યું છે. અગાઉ આ કાપડને લઈ ચાઇના ડોમિનેટ કરી રહ્યું હતું . હાલ બાંગ્લાદેશ થી મોટી સંખ્યામાં ડિમાન્ડ આવી રહી છે. બાંગ્લાદેશની અનેક કંપનીઓ આ કાપડ માટે સુરત આવી ચૂકી છે. આ સાથે દુબઈની મંડીના વેપારીઓ પણ આ કાપડમાં રૂચી બતાવી રહ્યા છે કારણ કે ત્યાં પણ ગરમી વધારે હોય છે.
આ પણ વાંચો 7th Pay Commission : મોંઘવારી ભથ્થું શું છે અને કેવી રીતે થયું શરૂ, જાણો તેના વિશે
કાપડ બોડી ટેમ્પરેચરને મેઇન્ટેઇન કરીને ચાલશે: સાથે તેઓએ કહ્યું હતું કે, પોલિસ્ટરની અંદર કોટિંગ કરવામાં આવે છે. આ કેમિકલનું કોટિંગ હોય છે જેનું નામ હીઝારેલ છે. જે હાલ તમામ સ્પોર્ટ્સ વેરની અંદર વાપરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો શરીરનું ટેમ્પરેચર 95-98 સુધી હોય છે. જો બહારનું ટેમ્પરેચર 100 હોય તો આ કાપડ બોડી ટેમ્પરેચરને મેઇન્ટેઇન કરીને ચાલશે અને ગરમીને અંદર જવા દેશે નહીં. બોડી ટેમ્પરેચર મેઇન્ટેઇન રહેશે તો લોકોને લાગશે કે તેઓ કોટન પહેરી રહ્યા છે. આ કાપડના કારણે સુરત ગ્રોથ કરશે.