- સુરતની નેચર કલબ સંસ્થા દ્વારા એનિમલ કેર (Animal care)અને રેસ્ક્યુ સેન્ટરની કરાઇ શરૂઆત
- લોકો પ્રકૃતિની નજીક આવે એ હેતુથી એનિમલ કેર અને રેસ્ક્યુ સેન્ટરની શરૂઆત કરાય
- સારવાર બાદ પશુ- પક્ષીઓને એનિમલ કેર સેન્ટરમાંથી કરાશે મુક્ત
સુરત : સુરતની નેચર કલબ સંસ્થા દ્વારા એનિમલ કેર સેન્ટર અને રેસ્ક્યુ સેન્ટર શરૂ કરાયા છે. ઘણીવાર સારવારના અભાવે પશુ-પક્ષીઓના મોત નીપજતા હોઇ છે. એવા સમયે પાંચ જૂનથી શરૂ કરાયેલા આ સેન્ટરમાં દસ જ દિવસમાં 100 થી વધુ પશુ પક્ષીઓ રેસ્ક્યુ કરાયા છે. કોન્ક્રીટના જંગલમાં લોકો અને શહેરના બાળકો પશુ પ્રેમી બને અને પર્યાવરણ નજીક આવે આ હેતુસર આ સેન્ટર શરૂ કરાયું છે. ઝુમાં બાળકો દૂરથી જ પ્રાણીઓને જોઈ શકે છે.
આ પણ વાંચોઃ World Nature Photography Day : કુદરતને કચકડે કંડારવાનો દિવસ એટલે 'વિશ્વ નેચર ફોટોગ્રાફી દિવસ'
પ્રાણીઓ માટે રેસક્યુ સેન્ટરની સાથે હોસ્પિટલ પણ કાર્યરત
માનવ સેવા કરનારા અનેક લોકો હોય છે પરંતુ અબોલા જીવની સેવા કરનારા લોકો જૂજ જોવા મળે છે. શહેરમાં અનેક સંસ્થાઓ પ્રાણીઓ માટે કામ કરી રહી છે. જેમાં નેચર કલબ સુરત દ્વારા વેસુના ઇકો ફાર્મમાં એનિમલ કેર અને રેસક્યુ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સેન્ટરની સાથે હોસ્પિટલ પણ કાર્યરત છે. આ હોસ્પિટલ નાના-મોટા દરેક જાતના પશુ-પક્ષીઓની સારવાર અર્થે બનાવાયું છે. આ એનિમલ હોસ્પિટલમાં ગાય, શ્વાન, બિલાડી, ઊંટ જેવા પ્રાણીઓ તેમજ પક્ષીઓની સારવાર કરી, સાજા થયા બાદ એને યોગ્ય રીતે મુક્ત કરવામાં આવશે સાથે જ બાળકો અને પ્રકૃતિ પ્રેમીઓ પશુ-પક્ષીને સીધા મળી શકશે. બાળકોને શૌર્ય, સાહસ અને કરુણાનું શિક્ષણ આપવાની વ્યવસ્થા માટે પેટિંગ ફાર્મ પણ શરૂ કરાયું છે. અહીં પાણીમાં કે કૂવામાં રેસ્ક્યુ કરવા તથા સાપ, મગર, દીપડા જેવા પ્રાણીઓને પણ રેસ્ક્યુ કરવા 80થી વધુ રેસ્ક્યુ ઈકવીપમેન્ટ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ પાટણમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા 117 પક્ષીઓને બચાવાયા
લોકો પ્રકૃતિની નજીક આવે એ હેતું રેસક્યુ સેન્ટરની કરાઇ શરૂઆત
નેચર કલબની વોલેન્ટીયર સમસ્તી પટેલે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન આશરે 10 જેટલા ઊંટ રેસ્ક્યુ કરાયા હતા એ સમયે પરિસ્થિતિ જોઈને સેન્ટર શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. શરૂ થયા દસ જ દિવસમાં અહીં 2 ગાય , 20-25 કુતરા, 3 ઊંટ તેમજ સાપ જેવા પ્રાણીઓ તેમજ કબૂતર, શિકરા, બગલા, મોર, ઢેલ, પોપટ જેવા પક્ષીઓ પણ રેસ્ક્યુ કરાયા છે. લોકો પ્રકૃતિની નજીક આવે એ હેતુથી આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે સાથો સાથ રેસ્ક્યુ કરાયેલા પ્રાણીઓને પણ સેન્સર મળી રહે અને તેઓની કાળજી લેવામાં આવે આવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દર રવિવારે અહીં બાળકો પરિવાર સાથે આ સેન્ટરને જોવા આવી શકે છે. જે પણ નાની-ફી લેવામાં આવશે તેને ડોનેશન તરીકે આ પ્રાણીઓની કાળજી માટે ખર્ચ કરવામાં આવશે.