- અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના
- અકસ્માત ને લઈ હાઇવે પર 5 કિલોમીટરનો ટ્રાફિક જામ
- પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને કાબૂ મેળવવામાં આવ્યો
સુરત: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી. નેશનલ હાઇવે પર માંગરોળના સિયાળજ નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી. બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટેન્કર ચાલક ફસાયો હતો કેબિનમાં
આગળ ચાલતી ટ્રકના ચાલકે કોઈ કારણોસર બ્રેક મારતા પાછળ આવી રહેલું ટેન્કર ધડાકાભેર ભટકાયું હતું. હાઇવેની વચ્ચોવચ્ચ અકસ્માતની ઘટના સર્જાતા હાઇવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટેન્કર ચાલક કેબિનમાં ફસાઈ જતા 108 એમ્બ્યુલન્સ દ્વારા ચાલકને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સ્થળ પર પહોંચેલી પોલીસે જામ થઈ ગયેલા ટ્રાફિક પર પણ કાબૂ મેળવ્યો હતો.