સુરત : શહેરમાં તારીખ 2 મે 2020 ના રોજ ઐતિહાસિક ધરોહર કહેવાતું ચોર આમલાનું ઝાડ તૂટી પડ્યું હતું. જેને લઈને સુરતના પ્રકૃતિપ્રેમીઓમાં ભારે ઉદાસી છવાઈ ગઈ હતી. જો કે નેચરલ ક્લ્બ સુરત,અડાજણ ગામના યુવકો અને ખોડિયાર મંદિર યુવક મંડળ દ્વારા ચીખલી પાસે હાઈવે પર કાપઇ જતા ગોરખ આંબલીના ઝાડને બચાવી તેનું અડાજણ ખાતે રિપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
આમલના ઝાડનું ફરીથી રિપ્લાન્ટેશન કરાયું આ અત્યાર સુધીનું સૌથી મોટું રિપ્લાન્ટેશન છે. આ ઝાડ ભારતીય મૂળનું નથી અને આફ્રિકન બેયબોબ તરીકે જાણીતું છે.
આમલના ઝાડનું ફરીથી રિપ્લાન્ટેશન કરાયું ચોર અને લૂંટારુંઓ આ ઝાડની બખોલમાં ચોરીનો સામાન છુપાવતા હોવાને કારણે તેને ચોર આમલો પણ કહેવાય છે.આ ઝાડનું આયુષ્ય એક હજાર વર્ષથી લઈને પાંચ હજાર વર્ષ સુધીનું છે. વૃક્ષ એક વખત ઉગી ગયા પછી તેને પાણીની જરૂર રહેતી નથી. તેના મૂળ, છાલ અને ફળ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત મેલેરિયાના ઉપચારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એની છાલમાં કાપ મૂકતા ગુંદર ઝરે છે જે ઉંટ અને અન્ય પશુઓના ઘા રૂઝવવા માટે ઉપયોગી છે. તેમજ માછીમારો જાળને તરતી રાખવા માટે એના સૂકા ફળને બોયા તરીકે પણ ઉપયોગ કરે છે.
આમલના ઝાડનું ફરીથી રિપ્લાન્ટેશન કરાયું અભિ વ્યાસે જણાવ્યું હતું કે, હેરિટેજ કહી શકાય એવા આ ઝાડની ખાસિયત એ છે કે ઈકોસાયકલમાં મહત્વનો રોલ ધરાવતી મધમાખીને આકર્ષવા માટે તે ખૂબ જ અગત્યનું છે. તે લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ કરે છે જેથી 365 દિવસ લીલુંછમ જોવા મળે છે. તે વાઈલ્ડ લાઈફની લાઈફ સાયકલને સપોર્ટ કરવામાં ઘણો અગત્યનો રોલ ભજવે છે.ચોર આમલાને અળસિયાનું ખાતર અને ફંગલ ઈન્ફેક્શન ન થાય એ માટે પાવડર નાંખીને પ્લાન્ટ કરવામાં આવ્યું છે. એક અઠવાડિયા સુધી તેને પાણી પીવડાવવાની જરૂર નથી.આ સંપૂર્ણ પ્રક્રિયા ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી. ચીખલીના સાદરપોર ગામથી પસાર થનાર રોડના કારણે આ વૃક્ષ કપાઈ ગયું હતું. પરંતુ આ વૃક્ષને ત્યાંથી લાવી હેરિટેજ વૃક્ષનો સ્થાન આપવામાં આવ્યો છે. ડિસિન્ફેક્શનની કામગીરી કરી 8 ફૂટ પહોળાઈના બેઝ ધરાવતા આ વૃક્ષને ત્યાં ફરીથી સ્થાપિત કરવામાં આવ્યું છે.જ્યાથી તેને લઇને આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સંસ્થા દ્વારા સૌપ્રથમ વૃક્ષનું ટ્રાન્સપ્લાન્ટ 1997માં સુરતમાં કરવામાં આવ્યું હતું .