ETV Bharat / state

એથર ઇન્ડસ્ટ્રી આગ અને પ્રદૂષણ માટે તંત્ર અને ભાજપની મિલીભગત જવાબદાર, કોંગ્રેસમાં કોઈ ડિફરન્સીસ નથી : અમિત ચાવડા - Aether Industries fire

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા આજે સુરતની મુલાકાતે હતા. તેઓએ એથર આગ કાંડ તેમજ ઉદ્યોગોથી પ્રદૂષણ અંગે ભાજપ અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતાં.

એથર ઇન્ડસ્ટ્રી આગ અને પ્રદૂષણ માટે તંત્ર અને ભાજપની મિલીભગત જવાબદાર, કોંગ્રેસમાં કોઈ ડિફરન્સીસ નથી : અમિત ચાવડા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 4:23 PM IST

ભાજપ અને તંત્ર પર આકરા પ્રહારો

સુરત : કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સુરતમાં જણાવ્યું હતું કે હપ્તાખોરી અને મિલી ભગતના કારણે જ લોકોના જીવ જઈ રહ્યા છે. સાથે જ તેઓએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઇ દ્વારા આપવામા આવેલા નિવેદનને લઈ જણાવ્યુ હતું કે સંગઠનની બેઠક થશે અને તમામ વાતો સ્પષ્ટ થઈ જશે. ભાજપમાં જૂથવાદ છે આ માટે તે અન્ય પાર્ટીને બદનામ કરવા માટે પ્રયાસ કરે છે અને સાથોસાથ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અન્ય પાર્ટીમાં મતભેદ ઉત્પન્ન કરે છે.

કેટલાક ચોક્કસ લોકો શહેરને વિનાશ તરફ જઈ રહ્યા છે : એથર ઇન્ડસ્ટ્રી આગ પ્રકરણ અને સુરતમાં સતત વધી રહેલા ઉદ્યોગોના કારણે પ્રદૂષણને લઇ કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા પત્રકાર પરિષદ સુરત કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે વિકાસના નામે મીલીભગત સાથે કેટલાક ચોક્કસ લોકો શહેરને વિનાશ તરફ જઈ રહ્યા છે. ઉધોગપતિ અને તંત્રની મિલીભગતના કારણે અમે વિનાશ તરફ જઈ રહ્યા છે. માત્ર ચોક્કસ લોકોના વિકાસ છે. કાયદા કાનૂનને ધોળીને પીવામાં આવે છે હજુ જવાબદાર સામે કેસ થયો નથી. કામદારોના જાનને અને પર્યાવરણને પણ જોખમ છે. સુરતમાં વેસ્ટ કેમિકલને યોગ્ય ટ્રીટમેન્ટ આપ્યાં વગર કાઢવામાં આવે છે. જેના કારણે પોલ્યુશન પાણીમાં થાય છે જેનાથી કારણે અનેક રોગ થાય છે, કેન્સર જેવા રોગ થાય છે.

હાઇકોર્ટના સિટિંગ જજની એસઆઇટી બનાવવા માગણી : અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સંપૂર્ણ રીતે નિષ્ફળ છે. કાયદાની ઐસી તૈસી કરવામા આવે છે. સંબંધિત મોનીટરીંગ કરનાર વિભાગ લોકો હપ્તા લઈ છે. ઓફિસમાં અધિકારીઓ કવર લઇ છે.સરકાર એસઆઇટીની વાત કરે પણ જે લોકો જવાબદાર છે. તેમને જ તપાસ સોંપવામાં આવે છે. અગાઉ અનેક બનાવ સુરતમાં બનાયા છે. સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હપ્તાખોરીના કારણે શ્રમિકો જીવ ગુમાવી રહ્યા છે. તમામ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. સર્વે કરાવી તમામ ઓદ્યોગિક યુનિટને શહેરની બહાર ખસેડવામાં આવે. તાત્કાલિક હાઇકોર્ટ ના સિટિંગ જજની અધ્યક્ષતામાં એસઆઇટી બનાવામાં આવે. ગુનાહિત બેદરકારીના કારણે ઘટના બની. આ માનવ વધ છે જેથી ગુન્હો દાખલ કરવામાં આવે.

આખી પાર્ટીમાં કોઈ ડિફરન્સીસ નથી : પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે કોંગ્રેસના નેતાઓ દ્વારા પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરનાર હોદ્દેદારો સામે પગલાં ન લેવાતાં નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં રાજીનામાંની ચીમકી આપી છે જેને લઈ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કાલે જે મીડિયામાં સ્ટેટમેન્ટ હતું મારે પણ કિરીટભાઈ સાથે વાત થઈ છે. થોડા દિવસમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષની મિટિંગ પણ મળવાની અમારા પ્રમુખ શક્તિ સહિત બધા ઉપસ્થિતિમાં બધી ચર્ચા પણ કરીશું. પણ સંગઠનને લગતા જે પણ નાના મોટા પ્રશ્નો છે તે અંગે ચર્ચા થશે. એક પરિવારમાં પણ અલગ અલગ વિચાર હોઈ શકે છે. કામ કરવાની પદ્ધતિ પણ અલગ હોઈ શકે છે. કોઈ જિલ્લામાં પણ સંગઠન અને છુટાયેલા પ્રતિનિધિઓમાં અલગ અલગ રીતે કામ કરવાના થોડા ડિફરન્સીસ હોઈ શકે છે એનો મતલબ એ નથી કે આખી પાર્ટીમાં કોઈ ડિફરન્સીસ છે.

ભાજપમાં પણ જૂથવાદ : તેઓએ વધુમા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં કેટલા જૂથવાદ છે જેટલી આંતરિક લડાઈ છે. જેટલા અત્યારે એકબીજાને નીચા દેખાડવાની કે ટાંટિયા કે ચાલે છે એમ તમે અહીં દક્ષિણ ગુજરાતમાં તો અનુભવ છે જ કે જેવી રીતે પેન ડ્રાઈવ વેચ્યા, જે રીતે પત્રિકાઓ વહેંચાઈ જે રીતે એકબીજાને નીચા દેખાડવા માટેના પ્રયત્નો થયાં. અલગ અલગ જૂથમાં ભારતીય જનતા પાર્ટી એટલી વેચાયેલી છે એ ક્યાંક અમિત શાહનું જૂથ છે. આનંદીબેનનું જૂથ છે, સી.આર પાટીલનું જૂથ છે, ભૂપેન્દ્રભાઈનું જૂથ છે વિજય રૂપાણીનું જૂથ છે. અલગ અલગ ઘણાં બધાં જોતા હશો. એમની આંતરિક લડાઈમાંથી લોકોનું ધ્યાન ખેંચવા માટે ક્યાંક ને ક્યાંક બીજા પક્ષોને બદનામ કરવાના પણ પ્રયત્ન થઈ રહ્યા છે. અમારા પક્ષનું જ્યાં સુધી નાના મોટા પ્રશ્નો છે અને સાથે બેસીનાનું નિરાકરણ લાવીશું. ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અન્ય પક્ષોને તોડવા માંગે છે.

  1. MLA Chirag Patel: કોંગ્રેસ છોડતાની સાથે જ ચિરાગ પટેલે ઠાલવ્યો ઉગ્ર આક્રોશ, કહ્યું કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ દેશ વિરોધી
  2. વિપક્ષના સાંસદોનો સસ્પેન્શનને લઇ વિરોધ, કહ્યું કે સરકાર ' વિપક્ષ મુક્ત સંસદ ' ઈચ્છે છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.