- મૃત્યુ પામનારે ચપ્પુ બતાવી ટ્રક ડ્રાઈવર પાસે પૈસાની માગણી કરી હતી
- લોકોએ કુણાલને પકડી પાડતાં કૃણાલે જાતે જ પોતાની ઉપર ચપ્પુ વડે હુમલો કરી લીધો હતો
- કુણાલ ઉપર લૂંટની ફરિયાદ નોંધાઇ
સુરત: સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત નિપજતા પરિવારે હોસ્પિટલ પર બેદરકારીના આરોપ લાગ્યો હતો. કામરેજ નેશનલ હાઇવે પર કુણાલ અને તેના અન્ય 2 સાથી મિત્રોએ ટ્રક ચાલકને રોકી ચપ્પું બતાવી પૈસાની માંગી કરી હતી. ટ્રક ચાલકે પૈસા ન આપતા કૃણાલે ટ્રક ચાલકને ચપ્પુ મારી ફરાર થતા ટ્રક ચાલકે પાછળથી કોઈ સાધન મારી ફેંકતા કુણાલ નીચે પટકાય ગયો હતો. સ્થાનિક લોકોએ કુણાલને પકડી લેતા કૃણાલે જાતે પોતા પર ચપ્પુના ઘા માર્યા હતા. ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કુણાલને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે પરિવારે સ્મીમેર હોસ્પિટલમાં યોગ્ય સમય પર સારવાર ન મળવાના કારણે મોત નિપજ્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મેઘરજમાં જૂથ અથડામણ થતા 4 વ્યક્તિઓને ઇજા
ટ્રક ચાલકે મૃતક પર લૂટનો ગુનો નોંધ્યો
કુણાલના સગા સંબંધીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલથી ફોન આવ્યો હતો અમે ઇમરજન્સી વોર્ડમાં તાત્કાલિક આવ્યા જ્યારે સારવાર ચાલી રહી હતી અમને જણાવવામાં આવ્યું કે, ટ્રક ચાલકે ચપ્પુ મારી દીધું છે એમની હાલત ખૂબજ ગંભીર હતી. ટ્રક ચાલકે ચપ્પુ કેમ માર્યુંએ પૂછતાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એટલે ડોક્ટરે બોલવાની ના પાડી હતી. ટ્રક ચાલકે કુણાલ ઉપર લૂંટની ફરિયાદ કરી છે મત્યું પામનારના સંબંધીએ ડ્રાઈવર પર આરોપ મુક્તા વધુમાં જણાવ્યું હતું કે, ટ્રક ચાલકે ચપ્પુ મારી કુણાલ ઉપર ફરિયાદ કરી છે.
સમયસર સારવાર ન મળતાં દર્દીનું મોત થયું હોવાનો પરિવારનો આરોપ
સમયસર સારવાર ન મળતાં દર્દીનું મોત થયું હોવાથી પરિવાર જનોએ સિમેર હોસ્પિટલ પર બેદરકારીના આરોપ લગાવવામાં આવ્યો હતો. કે, 9 વાગ્યાના અરસામાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, ખૂબ જ ગંભીર હાલત છે તાત્કાલીક ઓપરેશન કરું પડશે અને 9.30 વાગ્યાના અરસામાં હોસ્પિટલમાં આવ્યા બાદ 5 કલાક સુધી એમને ઓપરેશન ન કર્યું. સવારે 4 વાગે ઓપરેશન માટે લઈ જતા હતા ત્યારે એમની હાલત વધારે ગંભીર હતી અને 6 વાગે ડોક્ટરે જણાવવામાં આવ્યું કે, દર્દીનું હૃદય બંદ થઈ ગયું છે ગંભીર થઈ ગઈ જેથી ઓપરેશન થયું નહી.
આ પણ વાંચો: અમદાવાદ જિલ્લામાં કૃષ્ણનગરમાં લૂંટ પ્રયાસ મામલે નવા ખુલાસા
કામરેજ પોલીસ મથકથી મળતી માહિતી પ્રમાણે
ટેલીફોનીક વાતચીતમાં કામરેજના પોલીસ ઈન્સપેક્ટરે જણાવ્યું હતું કે, મૃત્યુ પામનારા કુણાલ અને તેના મિત્રએ કામરેજ હાઈવે ઉપર એક ટ્રકચાલકને ચપ્પુ બતાવી પૈસાની માગણી કરી હતી. કુણાલે ટ્રક ડ્રાઇવર પર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ રહ્યો હતો ટ્રક ચાલકે પાછળથી કઈ મારી ફેકતા કુણાલ નીચે પડકાયો હતો લોકોએ કુણાલને પકડી પાડતાં કૃણાલે જાતે જ પોતાની ઉપર ચપ્પુ વડે હુમલો કરી લીધો હતો. હાલ ટ્રક ડ્રાઈવર હોસ્પિટલમાં દાખલ છે ટ્રક ડ્રાઈવરની ફરિયાદ લઇ કુણાલ ઉપર લૂંટની ફરિયાદ નોંધાઇ છે. કુણાલનું સારવાર દરમિયાન મોત થતાં હાલ અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થ નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કારણ બહાર આવશે.