સુરત: મહુવા દર્શને ગયા બાદ દમણ જઈને દારૂની બોટલ સાથે લઈને આવનાર 56 પ્રવાસીને પુણા પોલીસે( amount of alcohol in the luxury bus)ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત 7 મહિલા દારૂના નશામાં પણ હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ લોકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની(alcohol in luxury bus) કાર્યવાહી હાથ ધરી હતી.
લક્ઝરી બસમાં દારૂનો જથ્થો ઝડપાયો - પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં (Puna Police Patroling)હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બાપા સીતારામ નામની લક્ઝરી બસમાં દારૂનો જથ્થો રહેલો છે. બાતમીના આધારે પોલીસે નિયોલ ચોક પોસ્ટ (Niol Chowk Post)પાસે બસ રોકાવી હતી અને બસમાં સવાર મુસાફરોની તપાસ કરી હતી. જેમાં 45 પ્રવાસી પાસેથી કુલ 46 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત 7 મહિલા દારૂના નશામાં હતી. આ ઉપરાંત ડ્રાઈવર, ક્લીનર અને મહેતાજી પાસેથી પણ દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે મુદામાલ કબજે કર્યો - પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી હતી અને 46 હજારનો દારૂ અને બસ કબજે કરી કુલ 8.46 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં તમામ પ્રવાસી મહુવા સ્થિત ગોરીગળબાપાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને રીટર્ન આવતી વખતે દમણ જઈને પોતાની સાથે ત્યાંથી દારૂનો જત્થો લઈને આવ્યા હતા.
આ પણ વાંચોઃ Gujarat Congress Big Blame : દારૂ અને ડ્રગ્સના હપ્તા CM અને કમલમ સુધી પહોંચે છે, હવે ગુજરાત પણ 'ઉડતા ગુજરાત'