ETV Bharat / state

સુરતમાં મહિલા દ્વારા દારૂની હેરા ફેરીનો વીડિયો વાયરલ - Surat Crime News

સુરત શહેરમાં દારૂની હેરાફેરીનો એક લઘુ ઉદ્યોગ બની ગયો હોય એવું લાગી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા દારૂની બોટલ શરીર પર બાંધી ડીલીવરી કરવા જઈ રહી છે.

મહિલા દ્વારા દારૂની હેરા ફેરીનો વીડિયો વાયલ
મહિલા દ્વારા દારૂની હેરા ફેરીનો વીડિયો વાયલમહિલા દ્વારા દારૂની હેરા ફેરીનો વીડિયો વાયલ
author img

By

Published : Nov 5, 2020, 2:29 PM IST

  • ખુલ્લેઆમ દારૂની બોટલ ની હેરાફેરી
  • દારૂની હેર ફેરી કરતી મહિલાનો વીડિયો વાયરલ

સુરતઃ શહેરમાં દારૂની હેરાફેરી એક લઘુ ઉદ્યોગ બની ગયો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે, હાલ સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે એક મહિલા દારૂની બોટલ શરીર પર બાંધી ડીલીવરી કરવા જઈ રહી છે.

મહિલા દ્વારા દારૂની ડીલીવરી

આમ તો ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે પરંતુ અવાર-નવાર દારૂની હેરાફેરીનો વીડિયો વાયરલ થતો હોય છે. પોલીસ કાર્યવાહીમાં કરોડો રૂપિયાના દારૂ જપ્ત કરવામાં આવતો હોય છે. પરંતુ આજદિન સુધી દારૂબંધી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવી શક્યો નથી. જેનો વધુ એક દાખલો સુરતના વરાછા વિસ્તારમાં જોવા મળ્યો છે. મહિલા બુટલેગરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે મહિલા પોતાના શરીર પર દારૂની બોટલ બાંધીને ડીલીવરી કરવા માટેની તૈયારી કરી રહી છે.

સુરતમાં મહિલા દ્વારા દારૂની હેરા ફેરીનો વીડિયો વાયરલ

ખુલ્લેઆમ દારૂની બોટલની હેરાફેરી

સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોમાં જોવા મળે છે કે, આ મહિલા સેલોટેપથી દારૂની બોટલ ચોંટાડી રહી છે અને એક સાથે 20 થી 30 બોટલ શરીર પર બાંધી રહી છે. દારૂની બોટલ ડિલિવરી માટે જે રીતે તૈયારીઓ કરી રહી છે. મોટા પ્રમાણમાં અત્યાર સુધી આવી જ રીતે દારૂની બોટલની ડીલેવરી થતી આવી છે. સુરતમાં ખુલ્લેઆમ દારૂની બોટલની હેરાફેરીનો વીડિયો સામે આવતા હવે સુરતના પોલીસ કમિશનર અજયકુમાર આ અંગે શું કાર્યવાહી કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.